Ban On Exit Polls: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી પાંચ રાજ્યોમાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

|

Jan 29, 2022 | 10:22 PM

ચૂંટણી પંચે (Election Commission) શનિવારે આગામી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સંબંધિત તમામ એક્ઝિટ પોલ (Exit Polls) પર 10 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી 7 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી પ્રતિબંધ મૂક્યો હતો.

Ban On Exit Polls: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી પાંચ રાજ્યોમાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ
Election Commission - File Photo

Follow us on

ચૂંટણી પંચે (Election Commission) શનિવારે આગામી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સંબંધિત તમામ એક્ઝિટ પોલ (Exit Polls) પર 10 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી 7 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી પ્રતિબંધ મૂક્યો હતો. ચૂંટણી પંચે નોટિફિકેશનમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ એક્ઝિટ પોલનું સંચાલન કરી શકશે નહીં અને કોઈ પણ એક્ઝિટ પોલના પરિણામને પ્રિન્ટમાં કે અન્ય કોઈપણ રીતે પ્રકાશિત કે જાહેર કરશે નહીં. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી 7 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલનું સંચાલન, પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયામાં તેના પ્રકાશન અથવા તેના પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સામાન્ય ચૂંટણીના સંબંધિત મતદાન વિસ્તારોમાં મતદાન પૂર્ણ થવા માટેના નિર્ધારિત સમય સાથે સમાપ્ત થતા 48 કલાકના સમયગાળા દરમિયાન, કોઈપણ ઈલેક્ટ્રોનિક મીડિયામાં કોઈપણ ઓપિનિયન પોલ અથવા કોઈપણ અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત કોઈપણ પ્રકારની ચૂંટણી સંબંધિત બાબતોનું પ્રદર્શન પ્રતિબંધિત રહેશે.

યુપીમાં સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 10 ફેબ્રુઆરીએ યોજાશે. આ પછી, બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરીએ યોજાશે. આ સિવાય છઠ્ઠા તબક્કાની ચૂંટણી 3 માર્ચે અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે.

બીજી તરફ, મણિપુરમાં 60 બેઠકો પર 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન થશે, જ્યારે ગોવામાં (40 બેઠકો) અને ઉત્તરાખંડ (70 બેઠકો)માં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન થશે. આ સિવાય પંજાબમાં એક તબક્કામાં (117 બેઠકો) 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

 

આ પણ વાંચો : UP Election: ચૂંટણી નજીક છતાં પણ હજુ તૈયાર નથી પીપા પુલ, કઈ રીતે પોલિંગ પાર્ટીઓ પહોચશે આ ગામ

આ પણ વાંચો : Himachal Pradesh: કુલ્લુમાં પાર્કિગમાં ઉભેલી કારમાં જોરદાર વિસ્ફોટ, ફોરેન્સિક ટીમે જિલેટીનથી વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરી

Next Article