Election Results 2022: ભાજપે શરૂ કરી ઉજવણીની તૈયારી, PM મોદી સાંજે પાર્ટી હેડક્વાર્ટરથી કાર્યકર્તાઓને કરશે સંબોધન

|

Mar 10, 2022 | 4:06 PM

Election Results 2022: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને અન્ય ઘણા ટોચના નેતાઓ પણ પાર્ટી હેડક્વાર્ટરમાં હાજર રહેશે.

Election Results 2022: ભાજપે શરૂ કરી ઉજવણીની તૈયારી, PM મોદી સાંજે પાર્ટી હેડક્વાર્ટરથી કાર્યકર્તાઓને કરશે સંબોધન
Prime Minister Narendra Modi (File Image)

Follow us on

વિધાનસભા ચૂંટણી 2022માં (Election Results 2022) ભાજપના શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે સાંજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની (BJP Headquaters) મુલાકાત લેશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election) પ્રારંભિક વલણોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ સત્તાને ફરી એકવાર પુન:સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ કોઈ મોટા કરિશ્માથી ઓછું નથી. કારણ કે યુપીમાં ફરીથી સત્તામાં આવવાને 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં પણ ભાજપ આગળ છે.

PM સાંજે 6.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે

પ્રાપ્ત માહિતી અનુસાર PM સાંજે 6.30 વાગ્યે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીમાં બીજેપીનું મુખ્યાલય દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલું છે. એવું કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી આ દરમિયાન ભાજપના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે.

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને અન્ય ઘણા ટોચના નેતાઓ પણ પાર્ટી હેડક્વાર્ટરમાં હાજર રહેશે. ટ્રેન્ડમાં વધારો જોઈને ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ મુખ્યાલયને સજાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફેબ્રુઆરી-માર્ચમાં યોજાઈ હતી ચૂંટણી

રાજકીય રીતે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સતત બીજી વખત જીત તરફ આગળ વધી રહ્યું છે અને અન્ય ત્રણ રાજ્યોના વલણોમાં આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી AAP પંજાબમાં ભવ્ય જીત સાથે ઈતિહાસ રચતી જોવા મળી રહી છે. દેશના પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી અને માર્ચમાં મતદાન થયું હતું. દિવસના અંત સુધીમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ આમાંથી ચાર રાજ્યોમાં જીતનો ઝંડો લહેરાવી શકે છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપ આગળ છે.

ગયા વખતે યુપીમાં ભાજપને મળી હતી 312 બેઠકો

તમામની નજર રાજકીય રીતે નિર્ણાયક ઉત્તર પ્રદેશ પર છે. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકાર સતત બીજી વખત સત્તા પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશની કુલ 403 બેઠકોમાંથી 401 બેઠકોના ઉપલબ્ધ વલણો અનુસાર સત્તાધારી પક્ષો 243થી વધુ બેઠકો પર આગળ છે.

અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 312 બેઠકો જીતી હતી. ભાજપ આ વખતે તેના અગાઉના પ્રદર્શનથી ભલે પાછળ રહી જાય, પરંતુ તે અડધીથી વધુ બેઠક સરળતાથી જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ દાયકાથી વધુ સમયમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે રાજ્યમાં સતત બીજી ટર્મ માટે કોઈ પાર્ટી સરકાર બનાવશે.

આ પણ વાંચો: Punjab Election Results: કોંગ્રેસ માટે આંતરકલેહ બન્યુ હારનું કારણ! સિદ્ધુએ કહ્યું- ‘લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે’, AAPને અભિનંદન

આ પણ વાંચો: Lalkuwa Vidhan Sabha Seat: લાલકુઆં બેઠક પરથી હરીશ રાવતની કારમી હાર, મોહન સિંહ બિષ્ટે આપી મ્હાત

Next Article