Assembly Election Results 2022 LIVE Streaming: યુપી, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર… કોની સરકાર બનશે ? TV9 પર જુઓ મતગણતરી લાઈવ

|

Mar 09, 2022 | 12:03 PM

5 State Assembly Election Results 2022 LIVE Streaming: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર થશે. તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટીવી ચેનલ પર મતગણતરી અંગે લાઈવ જોઈ શકો છો.

Assembly Election Results 2022 LIVE Streaming: યુપી, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર... કોની સરકાર બનશે ? TV9 પર જુઓ મતગણતરી લાઈવ
પાંચ રાજ્યોમાં 10 માર્ચને ગુરુવારે હાથ ધરાશે મતગણતરી.

Follow us on

દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ (UP Elections), ઉત્તરાખંડ (Uttarakhand Elections), મણિપુર (Manipur Elections), ગોવા (Goa Elections) અને પંજાબ વિધાનસભા ચૂંટણીના (Punjab Assembly Elections) પરિણામો હવે ટૂંક સમયમાં આવવાના છે. તમામની નજર આ ચૂંટણીઓ પર છે, જેના પરિણામો રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી કરશે. ક્યાં કોની સરકાર બનશે અને કોની હાર થશે અથવા કોની જીત થશે, આ બધું જલ્દી નક્કી થશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result 2022) 10 માર્ચે જાહેર કરવામાં આવશે અને તમને TV9 Gujarati પર ક્ષણે ક્ષણે તેની મતગણતરી સંબંધિત માહિતી આપવામાં આવશે.

લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો

વોટ્સના લાઈવ સ્ટ્રીમિંગ માટે, અમારી ટીવી ચેનલ અને વેબસાઈટ- www.tv9gujarati.com સિવાય, તમે અમારા ટ્વિટર એકાઉન્ટ, ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ તેમજ લાઈવ ટીવી જોઈ શકો છો. અહીં તમને મત ગણતરી સંબંધિત દરેક અપડેટ મળશે. 10 માર્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અહીં તમને આંકડાકીય વિગતો પણ જણાવવામાં આવશે.

પાર્થપ્રતિમ દાસ પરિણામો પહેલા ચોક્કસ વલણો આપશે

TV9 ભારતવર્ષ આ વખતે મતગણતરીના દિવસે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે, અમે આ વખતે પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ જ સંભવિત પરિણામો જણાવવાના છીએ. મીડિયા ઈન્ડસ્ટ્રીમાં કદાચ આ પ્રથમ વખત હશે કે આટલા મોટા પાયા પર ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ જ સંભવિત પરિણામોની જાણ થશે. આના પરથી શરૂઆતથી જ અંદાજ આવી જશે કે ઉત્તર પ્રદેશમાં કોની સરકાર બનશે ? તમને 10 માર્ચની સવારથી અમારી વેબસાઇટ, ચેનલ અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશેષ કવરેજ જોવા મળશે. TV9 એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નેટવર્ક બનાવ્યું છે. વર્ષ 2017 અને 2019ની વોટિંગ પેટર્નના આધારે, તમને પરિણામોની માહિતી પરિણામો પહેલા મળશે. તમને જણાવી દઈએ કે પાર્થપ્રતિમ દાસ જાણીતા ચૂંટણી નિષ્ણાત છે. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મત ગણતરીના દિવસે પ્રથમ એક કલાક પછી જ પરિણામોની સચોટ આગાહી કરી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દરેક બેઠકને લગતી માહિતી મળશે

આ દરમિયાન, જો તમે ઇચ્છો, તો તમે ચૂંટણી સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ વાંચી શકો છો. જેમ કે કોણ કઈ બેઠક પરથી કોણ ઉભા છે, કોની કોની સાથે સ્પર્ધા છે અને કોણ કેટલા મતથી આગળ છે. અહીં તમને ગ્રાફિક્સ દ્વારા ચૂંટણીનો ડેટા ખૂબ જ સરળ રીતે જણાવવામાં આવશે. તેની સાથે અહીં તમને પાંચેય રાજ્યોની દરેક બેઠક સંબંધિત માહિતી પણ મળશે. તમે અહીં જે તે બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારનું નામ પણ જાણી શકો છો.

કયા રાજ્યમાં કેટલી બેઠકો પર ક્યારે ચૂંટણી યોજાઈ ?

ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો માટે કુલ સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. ઉત્તર પ્રદેશમાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી, તેમજ 3 અને 7 માર્ચે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉત્તરાખંડમાં વિધાનસભાની 70 બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. તો, ગોવામાં પણ આ જ દિવસે એક જ તબક્કામાં 40 બેઠકો માટે મતદાન થયું હતું. આ સિવાય પંજાબની 117 બેઠકો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જ્યારે મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં 60 બેઠકો માટે મતદાન યોજાયુ હતું.

આ પણ વાંચોઃ

5 State Assembly Elections 2022 Live Updates: સુખબીર બાદલે કહ્યું- પંજાબીઓ એક્ઝિટ પોલ પર કોઈ વિશ્વાસ કરતા નથી, તેના પર પ્રતિબંધ લગાડવો જોઈએ

આ પણ વાંચોઃ

UP Election: કચરાપેટીમાંથી બેલેટ પેપર ભરેલા 3 બોક્સ મળ્યા, SP કાર્યકરોએ કર્યો હંગામો તો DMએ કહ્યું તપાસ કરાવાશે

Next Article