Artificial Intelligence : પરીક્ષામાં ‘ચોરી’ રોકવામાં AI કામમાં આવ્યું, મુખ્ય સેવિકાની પરીક્ષામાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને પકડી 8 મહિલા સોલ્વર

|

Sep 25, 2023 | 4:05 PM

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેરની મદદથી લખનઉના 7 પરીક્ષા કેન્દ્રો પર મહિલા સોલ્વર્સની ધરપકડ કરવામાં આવી છે. મહિલા સોલ્વર ઉપરાંત બે મદદગારોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પરીક્ષા એક વર્ષ બાદ 2693 જગ્યાઓ પર ભરતી માટે લેવામાં આવી રહી હતી.

Artificial Intelligence : પરીક્ષામાં ચોરી રોકવામાં AI કામમાં આવ્યું, મુખ્ય સેવિકાની પરીક્ષામાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને પકડી 8 મહિલા સોલ્વર
artificial intelligence software

Follow us on

ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (UPSSSC) દ્વારા રવિવાર 24 સપ્ટેમ્બર 2023ના રોજ મુખ્ય સેવિકા ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 8 મહિલા સોલ્વરોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યની રાજધાની લખનઉમાં 7 પરીક્ષા કેન્દ્રો પર ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મુખ્ય સેવિકા ભરતી પરીક્ષા રાજ્યભરમાં 49 કેન્દ્રો પર લેવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : રેલવેએ ગ્રુપ ‘C’ અને ગ્રુપ ‘D’ પોસ્ટ્સ માટે ભરતીની કરી જાહેરાત, અરજી કરવા માટે આ ડિગ્રી હોવી જરૂરી

UPSSSC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સોલ્વર્સની ઓળખ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર દ્વારા કરવામાં આવી છે. 8 મહિલા સોલ્વર ઉપરાંત 2 હેલ્પરની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પંચ દ્વારા રવિવારે લેવામાં આવેલી મુખ્ય સેવકની પરીક્ષામાં 10,867 ઉમેદવારો હાજર રહ્યા ન હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ કેન્દ્રો પર સોલ્વર પકડાયા

ડીસીપી અપર્ણા રજત કૌશિકે પરીક્ષામાં સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પકડાયેલા સોલ્વર્સ ભારતીય બાલિકા વિદ્યાલય, ફ્લોરેન્સ નાઇટીંગેલ કોલેજ, ગવર્નમેન્ટ જ્યુબિલી ઇન્ટર કોલેજ, રેસિડેન્શિયલ પબ્લિક ઇન્ટર કોલેજ, એન્જલ કોર્મલ ઇન્ટર કોલેજ, વિદ્યાંત હિન્દુ ઇન્ટર કોલેજ, બજરંગી લાલ સાહુ ઇન્ટર કોલેજના હતા.

આ મહિલાઓ મૂળ ઉમેદવારોની જગ્યાએ પરીક્ષા આપી રહી હતી. દરેક જગ્યાએથી એક-એક મહિલા સોલ્વર અને એન્જલ કાર્મેલ ઈન્ટર કોલેજ, મડિયાનવમાંથી બે મહિલા સોલ્વર પકડાઈ છે. હાલ પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

AI સોફ્ટવેરમાંથી મદદ લેવામાં આવી છે

UPSSSCના પ્રમુખ પ્રવીર કુમારના જણાવ્યા અનુસાર, તમામ સોલ્વર્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચહેરાની ઓળખ સોફ્ટવેર દ્વારા પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ ખાલી જગ્યા માટેની પરીક્ષા લગભગ એક વર્ષ બાદ લેવામાં આવી રહી છે.

આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 3 ઓગસ્ટ 2022 ના રોજ શરૂ થઈ હતી. આ માટે અરજી કરવા માટે ઉમેદવારોને 24 ઓગસ્ટ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. લગભગ 1 વર્ષ અને 1 મહિના પછી આ ખાલી જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા દ્વારા કુલ 2693 જગ્યાઓ ભરવામાં આવશે. જો કે પરીક્ષા દરમિયાન માત્ર 76 ટકા ઉમેદવારો જ હાજર રહ્યા હતા.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:04 pm, Mon, 25 September 23

Next Article