NEET PG Exam Postponement: શું NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવશે ?  મેડિકલ વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું

|

May 09, 2022 | 9:42 AM

NEET PG Exam: NEET PG પરીક્ષા 21મી મેના રોજ લેવામાં આવશે. ઘણા ઉમેદવારો દિલ્લીના જંતર-મંતર નજીક એક સ્થળે એકઠા થયા હતા અને પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી હતી અને PM મોદીને વિનંતી કરી હતી.

NEET PG Exam Postponement: શું NEET PG પરીક્ષા મુલતવી રાખવામાં આવશે ?  મેડિકલ વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું
Students' demonstrations at Jantar Mantar
Image Credit source: PTI

Follow us on

NEET PG Exam 2022: નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) 2022 ના ઉમેદવારો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે NEET PG પરીક્ષાનું આયોજન હાલ પુરતુ મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો દિલ્લીના જંતર મંતર પાસેની એક જગ્યા પર એકઠા થયા હતા, તેઓએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીને NEET PG પરીક્ષા મુલતવી રાખવા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે 21 મેના રોજ NEET PG 2022 યોજાવાની છે. મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પરીક્ષા મોકૂફ રાખવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે પરીક્ષા NEET PG 2021ના કાઉન્સિલિંગ દરમિયાન થઈ રહી છે, તેથી NEET PG પરીક્ષા 2022 સ્થગિત કરવી જોઈએ.

8 મેના રોજ, INI-CET પરીક્ષા પૂરી થતાં જ, તબીબી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રાજધાનીમાં જંતર-મંતર પહોંચ્યા અને NEET PG પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી સાથે વિરોધ કર્યો. NEET PG 2022 મુલતવી મેમોરેન્ડમ PM મોદીને સુપરત કરવામાં આવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પીએમ મોદીને અપીલ

મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને પરીક્ષા મોકૂફ રાખવા અંગે પીએમ મોદીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. મેમોરેન્ડમમાં જણાવાયુ છે કે,, “અમે મોટાભાગના NEET PG ઉમેદવારો વતી 15,000 ઉમેદવારોને પત્ર લખી રહ્યા છીએ જેઓ 2021ની ચાલી રહેલી કાઉન્સેલિંગ અને 21મી મેના રોજ પ્રસ્તાવિત NEET PG પરીક્ષા 2022ના કારણે પરેશાન છીએ. અમે તમને આ ઉમેદવારોની આ મુશ્કેલીથી વાકેફ કરવા માંગીએ છું. ઉમેદવારો એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે ઘણા વિદ્યાર્થીઓ તેમના COVID-19 સમયગાળા દરમિયાન સમયસર તેમની ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરી શક્યા ન હતા.

Next Article