Digital Health Course: ડિજિટલ હેલ્થ કોર્સ શું છે, કોણ કરી શકે તેનો અભ્યાસ? જાણો આ કોર્સની માહિતી

|

Aug 15, 2023 | 5:33 PM

IIM રાયપુર, ડિજિટલ હેલ્થ એકેડમીએ સંયુક્ત રીતે PG ડિપ્લોમા ઇન ડિજિટલ હેલ્થની બીજી આવૃત્તિ શરૂ કરી છે. કોર્સ ઓનલાઈન (Online Course) મોડમાં છે. ચાલો જાણીએ ડિજિટલ હેલ્થ કોર્સ (Digital Health Course) શું છે અને તેમાં શું શીખવવામાં આવે છે.

Digital Health Course: ડિજિટલ હેલ્થ કોર્સ શું છે, કોણ કરી શકે તેનો અભ્યાસ? જાણો આ કોર્સની માહિતી
Digital Health Course

Follow us on

ડિજિટલ હેલ્થમાં પીજી ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. IIM રાયપુર, ડિજિટલ હેલ્થ એકેડમીએ સંયુક્ત રીતે PG ડિપ્લોમા ઇન ડિજિટલ હેલ્થની બીજી આવૃત્તિ શરૂ કરી છે. કોર્સ ઓનલાઈન (Online Course) મોડમાં છે. ચાલો જાણીએ ડિજિટલ હેલ્થ કોર્સ (Digital Health Course) શું છે અને તેમાં શું શીખવવામાં આવે છે. કોર્સમાં એડમિશન લેવા માટે કઇ લાયકાત જરૂરી છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, રાયપુર અને ડિજિટલ હેલ્થ એકેડમીએ સંયુક્ત રીતે આ કોર્સ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ એક વર્ષ સુધી ચાલશે અને વિદ્યાર્થીઓને એક વ્યાપક સ્વ-ગત શિક્ષણનો અનુભવ મળશે.

કોણ પ્રવેશ લઈ શકશે?

ડિજિટલ હેલ્થમાં ડિપ્લોમા પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી પાસે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે જ ઉમેદવારોની ઉંમર 20 જુલાઈ સુધી 25 વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ. વ્યવસાયિક ડિગ્રી ધારકોને વય મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ડિજિટલ હેલ્થમાં પીજી સર્ટિફિકેટ પ્રોગ્રામ માટેના અરજદારો પાસે વિવિધ હેલ્થકેર ભૂમિકાઓમાં ઓછામાં ઓછા બે વર્ષનો સંબંધિત કાર્ય અનુભવ સાથે સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ હોવી આવશ્યક છે. સાથે જ ઉમેદવારોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ ફરજિયાત હોવું જોઈએ.

આ પણ વાંચો : GATE 2024ની પરીક્ષામાં પૂછવામાં આવશે ડેટા સાયન્સ અને AIના પ્રશ્નો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા, અહીં ચેક કરો શેડ્યૂલ

પ્રવેશ માટે નોંધણીની પ્રક્રિયા 25 ઓગસ્ટથી શરૂ થશે

મીડિયા અહેવાલો અનુસાર, હેલ્થકેર સિસ્ટમની રચના, વિકાસ અને સંચાલન માટે જરૂરી જ્ઞાન અને કુશળતા શીખવવામાં આવે છે. પ્રવેશ માટે નોંધણીની પ્રક્રિયા 25 ઓગસ્ટથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. digitalacademy.health પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વધુ માહિતી માટે, ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article