UK Post Study Work Visa: બ્રિટનમાં ભણનારા ગુજરાતી વિદ્યાર્થીઓને થશે ફાયદો, પોસ્ટ સ્ટડી વર્કની સમયસીમા વધારાઈ

|

Jun 17, 2021 | 9:06 PM

UK Post Study work Visa: બ્રિટેનમાં (Britain) પોસ્ટ સ્ટડી વર્ક (પીએસડબ્લ્યૂ) વિઝા માટે યોગ્યતા સિદ્ધ કરવાની સમય સીમા વધારવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.

UK Post Study Work Visa: બ્રિટનમાં ભણનારા ગુજરાતી વિદ્યાર્થીઓને થશે ફાયદો, પોસ્ટ સ્ટડી વર્કની સમયસીમા વધારાઈ
સાંકેતિક તસ્વીર

Follow us on

UK Post Study work Visa: બ્રિટેનમાં (Britain) પોસ્ટ સ્ટડી વર્ક (પીએસડબ્લ્યૂ) વિઝા માટે યોગ્યતા સિદ્ધ કરવાની સમય સીમા વધારવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. પીએસડબ્લ્યૂ વિઝા અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ  કર્યા બાદ બે વર્ષ સુધી અહીં કામ કરી શકે છે અથવા કામ શોધી શકે છે.

 

આને ગયા વર્ષે બ્રિટિશ ગૃહ મંત્રી પ્રીતિ પટેલે શરુ કર્યુ હતુ. આવેદન આવશ્યકતાઓ અંતર્ગત કોવિડ-19 લોકડાઉનને જોતા પીએસડબ્લ્યૂ વિઝાના ઈચ્છુક વિદ્યાર્થીઓ 21 જૂન સુધી અહીં ઉપસ્થિત રહેશે તેવી આશા હતી. પરંતુ ગૃહ-કાર્યાલયે ગયા અઠવાડિયે પોતાના દિશા-નિર્દેશમાં સંશોધન કરતા આ સમય સીમાને 27 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

ધ નેશનલ ઈન્ડિયન સ્ટૂડેન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકે (એનઆઈએસયૂ) સહિત વિદ્યાર્થીઓના કેટલાય સંગઠન આ સમય સીમા વધારવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. કોરોના વાયરસના ડેલ્ટા સ્વરુપમાં વૃદ્ધિ થયા બાદ 23 એપ્રિલે ભારત પર યાત્રા પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યા હતા. કાયદેસર વિઝા વાળા વિદ્યાર્થીઓને દેશમાં આવવાની પરવાનગી છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને પોતાની યોજનાઓને સ્થગિત કરવી પડી છે.

 

એવુ એટલા માટે કારણ કે બ્રિટનમાં આગમન પર ફરજિયાત વિદ્યાર્થીઓને દસ દિવસ સુધી હોટલમાં ક્વોરન્ટાઈન રહેવુ પડે છે અને તેના પર લગભગ 1,750 પાઉન્ડનો વધારે ભાર આવી જાય છે. એનઆઈએસએયૂ યૂકેની અધ્યક્ષ સનમ અરોડાએ કહ્યું કે અમને ખુશી છે કે ગૃહ કાર્યાલયે અમારા અનુરોધનો સ્વીકાર કરી લીધો છે. (Post Study Work Visa UK Covid 19 અને આનાથી કેટલાય વિદ્યાર્થીઓને ઘણી મદદ મળશે. જેઓ અત્યારે ભારતમાં કોવિડની સ્થિતિને જોતા યાત્રા કરવામાં અસમર્થ છે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ, 6 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7749 થયા

Next Article