યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે, UGC એ NET પરીક્ષા 2023નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. UGC NET 2023 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે વિષય અનુસાર શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો UGC NET ની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જઈને પરીક્ષાનું શેડ્યૂલ ચેક કરી શકે છે.
UGC NET ડિસેમ્બર સેશન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 30 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 હતી. તમે અહીં આપવામાં આવેલા સ્ટેપ્સ દ્વારા પરીક્ષાનું શેડ્યૂલ ચકાસી શકો છો.
વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ, પહેલા દિવસે 6 ડિસેમ્બરે શિફ્ટ 1 અને 2 માં અનુક્રમે અંગ્રેજી અને ઈતિહાસના પેપર લેવાશે. બીજા દિવસે 07 ડિસેમ્બરે કોમર્સની પરીક્ષા પ્રથમ શિફ્ટમાં લેવામાં આવશે અને કમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશનની પરીક્ષા બીજી શફ્ટમાં લેવાશે. ફિલોસોફીની પરીક્ષા 8 ડિસેમ્બરે બીજી શિફ્ટમાં લેવામાં આવશે. પોલિટિકલ સાયન્સની પરીક્ષા 11 ડિસેમ્બરે પ્રથમ શિફ્ટમાં લેવાશે. બીજી શિફ્ટમાં હિન્દીની પરીક્ષા લેવાશે.
આ પણ વાંચો : ધોરણ 6 થી 12 સુધીના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં થશે ફેરફાર, 35 સભ્યોની સમિતિની કરવામાં આવી રચના
પરીક્ષા કેન્દ્ર સંબંધિત જાણકારી 10 દિવસ પહેલા NTA અને UGC NETની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ત્યારબાદ એડમિટ કાર્ડ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેના માટે જરૂરી વિગતો દ્વારા ડાઉનલોડ કરી શકશે.