Career Tips : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, લખનૌએ આજે, 30 જુલાઇ, 2023 કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2023 ની નોટિફિકેશન બહાર પાડી છે. પરીક્ષાનું શેડ્યૂલ ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. ઓફિશિયલી સૂચના મુજબ, CAT 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે શરૂ થશે અને રજીસ્ટ્રેશન 13 સપ્ટેમ્બર 2023 સુધી થઈ શકશે.
આ પણ વાંચો : Career Tips : જો તમે રેલવેની જોબની તૈયારી કરી રહ્યા છો, તો આજે જ ફોલો કરો આ 5 ટિપ્સ
એડમિટ કાર્ડ 25 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. પરીક્ષા 26 નવેમ્બરે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો રહેશે. CAT 2023 લગભગ 155 શહેરોમાં નિયુક્ત પરીક્ષણ કેન્દ્રો પર હાથ ધરવામાં આવશે. ઉમેદવારો અહીં દર્શાવેલ ટીપ્સને અનુસરીને અત્યારથી તૈયારી શરૂ કરી શકે છે, જેથી તેઓ પરીક્ષામાં વધુ સારો સ્કોર કરી શકે.
SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે નોંધણી ફી રૂપિયા 1,200 છે, જ્યારે અન્ય તમામ કેટેગરીઓ માટે તે રૂપિયા 2,400 છે. CAT પરીક્ષા 2023 ના પરિણામો જાન્યુઆરી 2024 ના બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
ગયા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), બેંગ્લોરે પ્રવેશ પરીક્ષા યોજી હતી. CAT 2022 માટે નોંધણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ હતી અને ઉમેદવારોને અરજી ફોર્મ ભરવા માટે 14 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે સમયમર્યાદા 21 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.