આરટીઇ (RTE) પ્રવેશના ઓનલાઇન(Online ) ફોર્મ 30 માર્ચથી ભરાવવાના શરૂ થશે. એકમાત્ર સંતાન દીકરી અને સરકારી આરટીઇ એક્ટ હેઠળ ધોરણ આંગણવાડીના બાળકોને અગ્રતાક્રમમાં સમાવેશ કરવામાં આવશે. ધોરણ 1 માં ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની આ આખી પ્રક્રિયા હોય છે. જેના પ્રવેશ માટેની ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા 30 મી માર્ચ , 2022 થી શરૂ થશે . પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 26 મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે .
સરકાર દ્વારા આ ઠરાવમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા . જે મુજબ અગ્રતાક્રમ 8 માં જે માતા – પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય , તેવી દીકરી અને અગ્રતાક્રમ -9 માં રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે . તેઓને પ્રવેશમાં અગ્રતાક્રમ આપવામાં આવશે.
ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસ ૨ી એજ્યુકેશન એક્ટ -2009 ની કલમ હેઠળ બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળામાં 25 ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે . એપ્રિલ , 2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે . તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે . પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 26 મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે .
ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીઓ પોતાની પાસે રાખવાની આરટીઇ માટેની ઓનલાઇન રહેશે . ઓનલાઇન ભરેલ ફોર્મ કશે પણ જમા કરાવવાના રહેશે નહીં. ઓનલાઇન અરજી સમય મર્યાદામાં કરી શકો તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઇન અરજી શરુ કર્યા તારીખ વચ્ચે જરૂરી સમય રાખવામાં આવ્યો છે . પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ રિસિવિંગ સેન્ટર ખાતે જમા કરાવવાની પ્રક્રિયા રદ કરવામાં આવી છે . તમામ વિગતો વેબસાઇટ https://rte.orpgujarat.com પર મૂકવામાં આવી છે .
અરજી સાથેના તમામ ડોક્યુમેન્ટ માત્ર ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે. 11 મી એપ્રિલ સુધી તેના ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આમ જે પણ જરૂરિયાતમંદ હોય તેઓને આ યોજનાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :