
CBSE Board Result 20233 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને નવા સત્રથી બોર્ડની પરીક્ષાઓને લઈને ઘણા ફેરફારો કર્યા છે. હવે પ્રેક્ટિકલ પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓએ થિયરી પરીક્ષા આપવાની રહેશે નહીં. માત્ર પ્રેક્ટિકલ પરીક્ષા જ આપવાની રહેશે. પહેલા એવું હતું કે જે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલમાં ફેલ થાય છે તેમણે પ્રેક્ટિકલ અને થિયરી બંને પરીક્ષા આપવાની હતી. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ શાળા કક્ષાએ જ લેવામાં આવશે.
આ પણ વાંચો : CBSE Board Result 2023: અહીં રોલ નંબર દ્વારા નોંધણી કરો અને સૌથી પહેલા તમને માર્કશીટ મળશે
શૈક્ષણિક વર્ષ 2023-2024 થી શરૂ કરીને, CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે હવે કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. તેના બદલે બોર્ડ પૂરક પરીક્ષાઓનું આયોજન કરશે. સીબીએસઈની સૂચના મુજબ કમ્પાર્ટમેન્ટ અને ઈમ્પ્રુવમેન્ટ પરીક્ષાનું નામ બદલીને પૂરક પરીક્ષા કરવામાં આવ્યું છે.
આ વખતે CBSE Board 10th, 12th Exam 2023 માં લગભગ 38 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરી શકે છે. જો કે CBSE એ હજુ સુધી બોર્ડ પરીક્ષા 2023ના પરિણામની તારીખ જાહેર કરી નથી.
પરિણામો CBSE ની ઓફિશિયલ વેબસાઇટ, cbse.gov.in અને cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થીઓ DigiLocker પર પણ તેમનું પરિણામ જોઈ શકે છે. એસએમએસ અને ઉમંગ એપ પર પણ પરિણામ જોઈ શકાશે.
આ વર્ષે સીબીએસઈએ એક જ ટર્મમાં બોર્ડની પરીક્ષાઓ યોજી હતી. 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ હતી અને પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરી 2023 થી શરૂ થઈ. 2022 માં, CBSE એ બે ટર્મમાં બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું હતું.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…