Atal Bihari Vajpayee Scholarship 2023 : 12મું પાસ કર્યા બાદ હવે હાયર એજ્યુકેશનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. કેન્દ્ર સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ શરૂ કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં 12મું પાસ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે. આમાં અપ્લાય કરવા માટે વ્યક્તિએ ઓફિશિયલ વેબસાઇટ- a2ascholarships.iccr.gov.in ની મુલાકાત લેવી પડશે.
આ પણ વાંચો : Scholarships : વિદેશમાં અભ્યાસ કરવા માટે ભારત સરકાર આપે છે શિષ્યવૃત્તિ, જાણો કેટલી આપે છે Scholarship
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 20 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે વિદ્યાર્થીઓને 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સ્કોલરશિ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક પણ મળશે.
આ સ્કોલરશિપ માટે અરજી કરવા માટે, સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ a2ascholarships.iccr.gov.in પર જવું પડશે. વેબસાઇટના હોમ પેજ પર ICCR સ્કોલરશિની લિંક પર ક્લિક કરો. અહીં અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ સ્કીમ માટે અરજી કરવાનો વિકલ્પ ખુલશે. આમાં અરજી કરો અને તે પછી એક પ્રિન્ટ કાઢી લો.
Announcement of scholarships for foreign students under “Lata Mangeshkar Dance & Music Scheme” & “Atal Bihari Vajpayee General Scheme” of @iccr_hq
✅Eligibility: 18-30yrs for UG/PG,45 yrs for PhD
✅ Applications at https://t.co/kpdNkGHlw0 from Feb. 20 to April 30, 2023 pic.twitter.com/4iEBg5vaMS— India in Austria (@IndiainAustria) February 16, 2023
જાહેર કરાયેલી સૂચના મુજબ અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશીપ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, વિદેશમાં ભારતીય મિશન દ્વારા શિષ્યવૃત્તિની ફાળવણી અને ઓફર લેટર જનરેટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે તેમજ ઉમેદવારો 15 જુલાઈ સુધી ઓફર લેટર સ્વીકારી શકે છે. આ શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ અંડરગ્રેજ્યુએટથી પીએચડી સુધીનો અભ્યાસ કરી શકે છે.
આ સ્કોલરશિપ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ ભારતીય નાગરિક હોવું ફરજિયાત છે. વિદ્યાર્થીઓની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારની વાર્ષિક કૌટુંબિક આવક 6,00,000 થી વધુ ન હોવી જોઈએ. વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી છેલ્લી પરીક્ષામાં ગુણ 50% થી ઓછા ન હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવારોની ઓછામાં ઓછી 75% હાજરી હોવી આવશ્યક છે. ડિસ્ટેન્સ શિક્ષણ માટે આ સ્કોલરશિપ લાગુ પડતી નથી.
આ સ્કોલરશિપ યોજના ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી છે. આ સ્કોલરશિપમાં 190 દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની ઓફર કરવામાં આવે છે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ માટે અરજી કરવા માટે 12મું પાસ હોવું ફરજિયાત છે. જેમાં 75% રિઝલ્ટ સાથે 12મું પાસ થનારને દર વર્ષે 10,000 રૂપિયા મળશે. 85% રિઝલ્ટ ધરાવતા વિદ્યાર્થીઓને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે.
Published On - 2:05 pm, Mon, 20 February 23