Gujarati NewsEducationNeet ug exam 2022 top 50 medical colleges in india aiims jamia in gujarati
NEET UG 2022 : 18 લાખ વિદ્યાર્થીઓ આપશે NEETની પરીક્ષા, પ્રવેશ પહેલા જુઓ ગુજરાત સહીત વિવિધ રાજ્યોની ટોપ 50 મેડિકલ કોલેજોની યાદી
NEETની પરીક્ષા 17 જુલાઈના રોજ લેવાઈ રહી છે. જો પરીક્ષાના સમયની વાત કરીએ તો તે બપોરે 02:00 થી 5:20 સુધી લેવામાં આવશે.
Medical Colleges
Follow us on
નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2022ની પરીક્ષા 17મી જુલાઈ 2022ના રોજ લેવામાં આવી રહી છે. NEET પરીક્ષા ભારતના 497 શહેરો અને ભારત બહારના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે પરીક્ષા લેવા જઈ રહી છે. NTA એ તાજેતરમાં સત્તાવાર વેબસાઇટ www.neet.nta.nic.in પર NEET પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જો તમે હજુ સુધી NEET પરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી, તો તમે તેને શક્ય તેટલી વહેલી તકે ડાઉનલોડ કરી શકો છો.
NEETની પરીક્ષા 17 જુલાઈના રોજ લેવાઈ રહી છે. જો પરીક્ષાના સમયની વાત કરીએ તો તે બપોરે 2 થી 5.20 સુધી લેવામાં આવશે. જો કે અહીંયા નોંધનીય બાબત એ છે કે પરીક્ષા કેન્દ્ર પર બપોરે 1.30 કલાકે પ્રવેશ બંધ થશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ પરીક્ષા પહેલા દેશની ટોચની 50 મેડિકલ કોલેજો અને ત્યારબાદ એડમિશન વિશે. આ યાદી NIRF 2022 Ranking પર આધારિત છે.
Top 50 Medical Colleges List
AIIMS, દિલ્હી
પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER), ચંદીગઢ