Education : NEET UG 2022નું પરિણામ ક્યારે થશે જાહેર..? લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

|

Aug 12, 2022 | 9:31 AM

NEET UGના પરિણામો ઓગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં જાહેર થવાની આશા છે. તે પહેલા આન્સર કી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ NTAની ઓફિશિયલ વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકશે.

Education : NEET UG 2022નું પરિણામ ક્યારે થશે જાહેર..? લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
NEET UG 2022 Result date

Follow us on

NEET UG પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે આના વિશે હાલમાં આ અંગે કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી. જુલાઈમાં પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, NTA ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરી શકે છે. એકવાર પ્રકાશિત થયા પછી, NEET UG પરિણામ ઓફિશિયલ NEET વેબસાઇટ, neet.nta.nic.in પર ઉપલબ્ધ થશે. પરિણામ પહેલા આન્સર કી જાહેર કરવામાં આવશે. આ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોએ પરિણામ માટે હજુ થોડા દિવસો રાહ જોવી પડી શકે છે.

આ વર્ષે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી હાજરી

NEET UG 2022 ની પરીક્ષા 17 જુલાઈના રોજ લેવામાં આવી હતી અને કુલ 18.72 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ પરીક્ષા ભારતના 497 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 3,570 કેન્દ્રો પર લેવામાં આવી હતી. NEET UG પરીક્ષામાં સૌથી વધુ ઉમેદવારો જયપુર (52,351) અને સૌથી ઓછા પશ્ચિમ સિક્કિમ (105)ના હતા. ભારત બહારના ઉમેદવારોની સંખ્યા મહત્તમ (646) દુબઈમાં અને લઘુત્તમ (6 થાઈલેન્ડમાં) હતી. તમને જણાવી દઈએ કે, દેશની ટોચની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEET પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

CUET પરીક્ષા પછી પરિણામ જાહેર કરવામાં આવે તેવી આશા

વિદ્યાર્થીઓએ NEET પરીક્ષાને લઈને પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ પરીક્ષા સમયસર લેવામાં આવી હતી. પરીક્ષા પૂરી થયા પછી પરિણામની રાહ જોવામાં આવે છે. હાલમાં, CUET પરીક્ષા ચાલી રહી છે, એવી આશા રાખવામાં આવે છે કે CUET પરીક્ષા પછી પરિણામ જાહેર કરવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

NEET પરીક્ષા દ્વારા આ અભ્યાસક્રમોમાં પ્રવેશ ઉપલબ્ધ

જે ઉમેદવારો NEET UG પરીક્ષા પાસ કરે છે તેઓ MBBS સિવાયના મેડિકલ અભ્યાસક્રમો જેમ કે, આયુષ કોર્સ, BDS અને BSc નર્સિંગમાં પ્રવેશ મેળવે છે. પેપરની પીડીએફ ટૂંક સમયમાં NEETની ઓફિશિયલ વેબસાઇટ, neet.nta.nic.in પર ડાઉનલોડ કરવામાં આવશે. NTA તેની વેબસાઇટ પર NEET પરીક્ષાની આન્સર કી જાહેર કરશે. આન્સર કી પીડીએફ સ્વરૂપમાં બહાર પાડવામાં આવશે.

Next Article