Medical Course : યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહત, MBBSની ડિગ્રી મેળવવાની મળશે વધુ એક તક

|

Mar 29, 2023 | 11:55 AM

Medical Course : સરકારે કહ્યું છે કે, યુક્રેનથી પરત ફરતા વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષાનો ભાગ-1 અને ભાગ-2 પાસ કરવાની તક આપવામાં આવશે.

Medical Course : યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહત, MBBSની ડિગ્રી મેળવવાની મળશે વધુ એક તક

Follow us on

Medical Course in India : યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સરકારે કહ્યું છે કે, આવા વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષાનો ભાગ 1 અને ભાગ 2 પાસ કરવાની તક આપવામાં આવશે. જો કે તેઓએ એક વર્ષમાં મેડિકલ કોર્સની પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. પરીક્ષા પાસ કર્યા પછી તેઓએ બે વર્ષની ઇન્ટર્નશિપ કરવી પડશે.

આ પણ વાંચો : NEET 2023: પરીક્ષા આપી રહેલા SC-ST વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, MBBS સીટો પર મળશે લાભ

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે આવા વિદ્યાર્થીઓ માટે ફાઈનલ પરીક્ષા પાસ કરવાની આ છેલ્લી તક હશે. તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા હજારો મેડિકલ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું પડ્યું હતું.

Medical Collegeમાં એડમિશન મળશે

ભારત સરકારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી કે, જે વિદ્યાર્થીઓએ રુશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને ભારત પરત ફર્યા હતા તેઓને હાલની કોઈપણ મેડિકલ કોલેજમાં રજીસ્ટ્રેશન વગર એમબીબીએસના અંતિમ વર્ષમાં પ્રવેશ મળશે. જો કે તે કોલેજના વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલ બંને પાસ કરવાની માત્ર એક જ તક આપવામાં આવશે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, યુક્રેનથી પરત ફરતા મેડિકલ વિદ્યાર્થીઓએ બે વર્ષની ફરજિયાત રોટેટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. આ દરમિયાન તેમની પાસેથી પ્રથમ વર્ષ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. જો કે અગાઉના કેસો માટે NMC દ્વારા બીજા વર્ષની ફી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Indian Medical Syllabus પર પરીક્ષા લેવામાં આવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ભારતની કોલેજોમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે, તેઓએ એક વર્ષની અંદર પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા ભારતીય મેડિકલ કોર્સના અભ્યાસક્રમ પર આધારિત હશે.

Next Article