KVS Admission 2022: કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ, આ રીતે કરો અરજી

|

Feb 28, 2022 | 11:33 AM

શૈક્ષણિક વર્ષ 2022-23 માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)ની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા 28 ફેબ્રુઆરી 2022થી શરૂ થવા જઈ રહી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોના વાલીઓને ઓનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

KVS Admission 2022: કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ, આ રીતે કરો અરજી
Registration process for admission in Central School starts from today

Follow us on

KVS Admission registration 2022: શૈક્ષણિક વર્ષ 2022-23 માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS)ની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા આજથી એટલે કે 28 ફેબ્રુઆરી 2022થી શરૂ થવા જઈ રહી છે. પ્રવેશ પ્રક્રિયા 28મી ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 વાગ્યાથી શરૂ થશે અને પાત્રતા ધરાવતા ઉમેદવારોના વાલીઓને ઓનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ KVS (KVS Admission) 2022-23 માટે સત્તાવાર વેબસાઇટ kvsonlineadmission.kvs.gov.in પર જઈને અરજી કરી શકે છે. માર્ગદર્શિકા મુજબ જે શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 માટે પ્રવેશ માંગવામાં આવે છે તેમાં 31 માર્ચના રોજ બાળકની ઉંમર 6 વર્ષ હોવી જોઈએ.

1લી એપ્રિલે જન્મેલા બાળકને પણ ગણવામાં આવશે. ધોરણ 11 માં પ્રવેશ માટે કોઈ વય પ્રતિબંધ નથી, જો વિદ્યાર્થીએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હોય. તેવી જ રીતે, ધોરણ 12માં પ્રવેશ માટે કોઈ ઉચ્ચ અને નીચલી વય મર્યાદા હશે નહીં. જો કે ધોરણ 11 પાસ કર્યા પછી વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈ ગેપ ન હોય. તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં તમામ નવા પ્રવેશ માટે અનુસૂચિત જાતિ માટે 15% બેઠકો, અનુસૂચિત જનજાતિ માટે 7.5% બેઠકો અને અન્ય પછાત વર્ગો (OBC-NCL) માટે 27% બેઠકો અનામત રાખવામાં આવશે. ઉપરાંત, નવા પ્રવેશ માટેની કુલ ઉપલબ્ધ બેઠકોમાંથી, 3% બેઠકો વિવિધ રીતે વિકલાંગ બાળકો માટે અનામત રાખવામાં આવશે.

પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો

જન્મ પ્રમાણપત્ર- વર્ગ I માટે, જન્મ પ્રમાણપત્રના સ્વરૂપમાં ઉંમરના પુરાવાનું પ્રમાણપત્ર. સત્તાવાર નિવેદન અનુસાર, વેરિફિકેશન બાદ જન્મતારીખનું અસલ પ્રમાણપત્ર માતાપિતાને પરત કરવાનું રહેશે. SC, ST, EWS, OBC (નોન-ક્રીમી લેયર), BPL ના ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્ર. PWD પ્રમાણપત્ર – સિવિલ સર્જન, પુનર્વસવાટ કેન્દ્ર અથવા ભારત સરકાર દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ અન્ય કોઈપણ સક્ષમ સત્તાધિકારી તરફથી પ્રમાણપત્ર જે બાળકને વિકલાંગ હોવાનું પ્રમાણિત કરે છે. રહેઠાણનો પુરાવો પણ.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

વર્ગ 2 માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા 8 એપ્રિલ 2022થી શરૂ થશે. વર્ગ 2 માટે ઓનલાઈન KVS રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 16 એપ્રિલ, 2022 સાંજે 4 વાગ્યા સુધી રહેશે. જો નોંધણી ઇચ્છતા બાળકોની સંખ્યા ઓછી છે જેના કારણે બધી બેઠકો ભરાઈ નથી, તો આચાર્ય મે અથવા જૂન મહિનામાં ખાલી જગ્યાઓની ઉપલબ્ધતાની જાણ કરીને બીજી જાહેરાત બહાર પાડશે.

આ પણ વાંચો: SEBI Group A Result 2022: સેબી ઓફિસર ગ્રેડ A ભરતી પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

આ પણ વાંચો: ICSI CS Exam 2022: CS જૂનની પરીક્ષા માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું, પરીક્ષા 1 જૂનથી થશે શરૂ

Next Article