
UGC NET Exam 2022-23 : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા NET પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલી સૂચના મુજબ UGC NET ડિસેમ્બર 2022ની પરીક્ષા 29 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. આમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા 29 ડિસેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ UGC NET- ugcnet.nta.nic.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. UGCએ 83 વિષયોની NET પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
UGC NET પરીક્ષા 2022 માટેની અરજી પ્રક્રિયા 29 ડિસેમ્બર 2022થી 17 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. જ્યારે પરીક્ષા 21 ફેબ્રુઆરી 2023થી 10 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. યુજીસી નેટ પરીક્ષાને લઈને એનટીએ દ્વારા બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો આ માટે રજીસ્ટ્રેસન કરાવવા માંગે છે તેઓએ અરજી કરતાં પહેલા પરીક્ષાની પેટર્ન સમજવી જોઈએ. તમે નીચે પરીક્ષા પેટર્નની વિગતો જોઈ શકો છો.
UGC NET Exam Notification અહીં ડાયરેક્ટ કરો ચેક
પરીક્ષામાં બેસતા પહેલા, UGC NET એડમિટ કાર્ડ સાથે એક ID પ્રૂફ સાથે પરીક્ષા કેન્દ્ર પર જાઓ. UGC NET પરીક્ષા હોલની અંદર મોબાઇલ ફોન, સ્માર્ટ ઘડિયાળ, કૅમેરા અથવા બ્લૂટૂથ ડિવાઇસ અને પેન ડ્રાઇવ, ફ્લેશ ડ્રાઇવ જેવા ઉપકરણો જેવી કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુને મંજૂરી નથી. પરીક્ષા હોલમાં માસ્કનો ઉપયોગ કરો. પરીક્ષા ખંડમાં પર્સનલ હેન્ડ સેનિટાઈઝર અને પર્સનલ વોટર બોટલ રાખી શકાશે.
NTA દ્વારા UGC NET જૂન 2023 સત્રની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી સત્ર માટે NET પરીક્ષામાં બેસવા ઇચ્છુક વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વિગતો વાંચી શકે છે. યુજીસી નેટ જૂન 2023ની પરીક્ષાની વિગતો અહીં જુઓ.