
યુપીએસસીના વિવિધ રાઉન્ડની તૈયારી કરવાને બદલે તેણે એકસાથે સંપૂર્ણ તૈયારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કાર્તિકની વ્યૂહરચના કામ કરી ગઈ. આખરે ચોથા પ્રયાસમાં યુપીએસસી 2019 પાસ કરવામાં સફળ રહ્યો. આ વખતે તેણે 103 રેન્ક મેળવ્યો હતો.

IPS કાર્તિક મધેરાએ સર્વગ્રાહી અભિગમ સાથે UPSC માટે તૈયારી કરી. તેણે સતત રિવિઝનનો આગ્રહ રાખ્યો. પ્રિલિમ્સ અને મેન્સ માટે ઘણી ટેસ્ટ સિરીઝ સોલ્વ કરી અને લેખન કૌશલ્યમાં પણ સુધારો કર્યો. આ સિવાય તેણે પોતાના વ્યક્તિત્વ પર પણ ઘણું કામ કર્યું.