Success Story : ‘કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’-શાળામાં નહોતી બસ, તો બાળકોએ ખેતી કરવાનું કર્યું ચાલુ, પાક વેચીને ખરીદી લીધી બસ

|

Sep 23, 2022 | 11:48 AM

કર્ણાટકના (Karnataka) મિથુર ગામમાં આવેલી આ શાળા 112 વર્ષ જૂની છે. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને સોપારીની ખેતી (Betel nut crops) કરી અને પછી તે પાક વેચીને સ્કૂલ બસ ખરીદી છે.

Success Story : કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી-શાળામાં નહોતી બસ, તો બાળકોએ ખેતી કરવાનું કર્યું ચાલુ, પાક વેચીને ખરીદી લીધી બસ
Karnataka School Bus

Follow us on

કર્ણાટકના (Karnataka) દક્ષિણ કન્નડ જિલ્લાના મિથુરમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોમાં ખુશીની લહેર છે. આ કારણે બાળકોની આ પહેલી સ્કૂલ બસ છે. હકીકતમાં, તેમને આ બસ શાળાની જમીનમાં ઉગાડવામાં આવેલા સોપારીના પાક (Betel nut crops) દ્વારા મળી છે, જે આપણને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનવાની વાર્તા કહે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, સરકાર કે શિક્ષણ વિભાગ તરફથી સ્કૂલ બસ માટે કોઈ પૈસા આપવામાં આવ્યા નથી. આ સ્કૂલ બસ સ્કૂલ પ્રશાસને જ ખરીદી છે. આ માટે સોપારીના પાકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્કૂલ બસ આવ્યા બાદ બાળકો ખૂબ જ ખુશ છે.

વાસ્તવમાં, કર્ણાટકના મિથુર ગામમાં આવેલી આ સ્કૂલ 112 વર્ષ જૂની છે. શાળા કુલ 4.1 એકર જમીનમાં ફેલાયેલી છે. 2017માં, શાળા વિકાસ અને દેખરેખ સમિતિ (SDMC) એ નિર્ણય કર્યો કે, તે જમીનનો ઉપયોગ કરશે. આ રીતે શાળાની એક એકર જમીનમાં 628 સોપારીના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સોપારીનો પાક એકદમ સામાન્ય છે અને તે જ સમયે તેના વેચાણમાંથી સારી આવક પણ થાય છે. SDMC એ છોડની સંભાળ માટે વ્યવસ્થા કરી છે. છોડનું નિયમિત બાગકામ શરૂ થયું અને સાથે-સાથે બાળકોએ પણ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ છોડની માવજત કરવાનું શરૂ કર્યું.

રીંગણનો પાક આટલા રૂપિયામાં વેચાયો

SDMCમાં આ પ્રોજેક્ટમાં ગ્રામજનો અને વાલીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. ગયા વર્ષે સોપારીના ઝાડમાં ફળ આવવાના શરૂ થયા હતા. પ્રાથમિક શાળાના શિક્ષક સંજીવ નાઈકે કહ્યું, “અમે લગભગ છ ક્વિન્ટલ સોપારી ઉગાડી. બજારમાં તેની કિંમત ખૂબ જ વાજબી હતી અને અમે તેને લગભગ રૂપિયા 500 પ્રતિ કિલોના ભાવે વેચી હતી. આનાથી અમને સ્કૂલ બસ ખરીદવામાં ઘણી મદદ મળી.

આજનું રાશિફળ તારીખ : 25-01-2025
LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો

શાળાના પ્રિન્સિપાલ સરોજા એ કહે છે, “મોટા ભાગના વિદ્યાર્થીઓ નજીકના ગામડાઓમાંથી આવે છે અને તેમને ડુંગરાળ વિસ્તારો અને રેલવે લાઈનો પાર કરવી પડે છે. ઘણા લોકો ઓટોનો ઉપયોગ કરતા હતા, હવે તેઓ બધા સ્કૂલ બસમાં સુરક્ષિત મુસાફરી કરી શકે છે. બસની જાળવણી SDMC દ્વારા કરવામાં આવશે. આ સેકન્ડ હેન્ડ બસની કિંમત 5 લાખ રૂપિયા છે.

અતિથિ શિક્ષકોની નિમણૂક માટે સુપારીની ખેતી કરવામાં આવશે

સ્કૂલ બસમાં દરરોજ બે ટ્રીપમાં 75 જેટલા વિદ્યાર્થીઓને મુસાફરી કરવાની સુવિધા મળશે. પરિવહનના સલામતી જોઈને માતા-પિતાની ચિંતામાં ઘટાડો થયો છે. શાળામાં સ્ટાફની પણ અછત છે. તે જ સમયે, હવે એસડીએમસીને જાણવા મળ્યું છે કે, સોપારી ઘણી મહત્વપૂર્ણ બાબતો માટે પૈસા આપી શકે છે. આવી સ્થિતિમાં તેમણે હવે એક એકરથી વધુ જમીન પર વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું છે. તેઓ હવે જે વધારાની કમાણી કરી રહ્યા છે તેના દ્વારા ગેસ્ટ ટીચર્સને નોકરી પર રાખવાનું આયોજન કરી રહ્યા છે. શાળાના પરિસરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો પણ ઉગાડવામાં આવે છે, જેનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં થાય છે.

Next Article