JEE Result 2022: જેઇઇ મેઇન્સ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોની રાહ પુરી થઈ ગઈ છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા એટલે કે JEE સત્ર-1નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આ વર્ષે જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ JEE Mainsની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. પરિણામ જોવા માટે (JEE Mains Result 2022) ઉમેદવારોને તેમની અરજી ફી અને પાસવર્ડ અથવા જન્મ તારીખની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે JEE Mains પરીક્ષા સત્ર-1 20થી 29 જૂન દરમિયાન લેવામાં આવી હતી.
જેઇઇ મેઇન્સ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો માટે પ્રોવિઝનલ આન્સર કી પહેલેથી જ બહાર પાડવામાં આવી હતી. પરિણામ પહેલા ફાઈનલ આન્સર કી (JEE Final Answer Key) બહાર પાડવામાં આવી હતી. જણાવી દઈએ કે આ વર્ષે JEE મેઈન્સની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી રહી છે.
Direct Link દ્વારા પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE મેન્સ 2022 સત્ર-2 નોંધણી વિન્ડોની લિંક ફરીથી ખોલવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ હવે જુલાઈની પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છે છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર ઑનલાઇન અરજી કરી શકે છે. JEE મેઈન 2022 સત્ર-2ની નોંધણી લિંક 9 જુલાઈ, 2022ના રોજ 11:50 PM સુધી ખુલ્લી હતી જે બંધ થઈ ગઈ છે.
NTA એ jeemain.nta.nic.in 2022 પર JEE મેઈન સત્ર 2 અથવા જુલાઈ સત્રની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. JEE મેઈન સત્ર 2 ની પરીક્ષા 21 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ માટેની નોંધણી પ્રક્રિયા 09 જુલાઈ 2022ના રોજ બંધ થઈ ગઈ છે.