
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જેઈઈ મેઈન 2022 સત્ર-1 (JEE Main 2022 Rescheduled) ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેઇઇ મેઇનનું પ્રથમ સત્ર 21, 24, 25, 29 એપ્રિલ અને 1, 4 મે 2022ના રોજ યોજાવાનું હતું. પરંતુ હવે આ પરીક્ષા 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 જૂન 2022ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, બીજા સત્રની પરીક્ષા 21, 24, 25, 29 એપ્રિલ અને 1, 4 મે 2022 ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે તે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 જુલાઈ 2022ના રોજ યોજાશે.
JEE (Main)dates rescheduled to enable students across the country to prepare well for the exams. @dpradhanbjp @EduMinOfIndia pic.twitter.com/QYABHnd7SC
— National Testing Agency (@DG_NTA) April 6, 2022
સ્ટેપ 1 – સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
સ્ટેપ 2 – હોમ પેજ પર લેટેસ્ટ ન્યુમાં ‘Registration for JEE(Main) 2022’ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3 – એક નવું પૃષ્ઠ ખુલશે, અહીં ‘New Registration’ વિકલ્પ પર ક્લિક કરો.