JEE Main 2021 : 26 ઑગષ્ટથી શરુ થશે ફાઇનલ સેશનની પરીક્ષા, જલ્દી આપવામાં આવશે એડમિટ કાર્ડ

|

Aug 16, 2021 | 10:08 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડેટા અનુસાર 7.32 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આ વર્ષે 4 તબક્કામાં JEE મુખ્ય પરીક્ષા (JEE Main 2021) નું આયોજન કરી રહી છે, તેનું છેલ્લું સેશન બાકી છે.

JEE Main 2021 : 26 ઑગષ્ટથી શરુ થશે ફાઇનલ સેશનની પરીક્ષા, જલ્દી આપવામાં આવશે એડમિટ કાર્ડ
સાંકેતિક તસ્વીર

Follow us on

JEE Main 2021 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) JEE મેઈન્સ પરીક્ષા 2021 ના ​​ચોથા સત્રની પરીક્ષા 26 ઓગસ્ટથી લેવા શરુ થશે. આ પરીક્ષા 26, 27, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ લેવામાં આવશે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ (JEE Main Admit Card 2021) ટૂંક સમયમાં આપવામાં આવશે. દેશભરની IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાનારી આ પરીક્ષાનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવશે.

આ સ્થિતિમાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે (JEE Main Admit Card 2021) સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટની વિઝિટ કરતા રહે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડેટા અનુસાર, 7.32 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આ વર્ષે 4 તબક્કામાં JEE મુખ્ય પરીક્ષા (JEE Main 2021) નું આયોજન કરી રહી છે. તેનું છેલ્લું સેશન બાકી છે.

રિપોર્ટ અનુસાર, આ છેલ્લા સત્રમાં વધુમાં વધુ ઉમેદવારો સામેલ થશે. NTA અનુસાર, જુલાઈમાં યોજાયેલી JEE મુખ્ય પરીક્ષામાં લગભગ 7.09 લાખ અરજદારોજએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. ફેબ્રુઆરી અને માર્ચમાં સરેરાશ 6.3 લાખ ઉમેદવાર સામેલ થયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાને ધ્યાનમાં રાખીને, આ વખતે આ પરીક્ષાઓ 334 શહેરોમાં લેવામાં આવી રહી છે, જ્યારે અગાઉ આ પરીક્ષાઓ 232 શહેરોમાં લેવાની હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના સિનિયર ડિરેક્ટર ડૉ. સાધના પરાશરે જણાવ્યું હતું કે આ વખતે દરેક પાળીમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે. દરેક શિફ્ટમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 660 થી વધારીને 828 કરવામાં આવી છે.

ક્ષેત્રીય ભાષાઓમાં થશે પરીક્ષાઓ

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અનુસાર, JEE ની પરીક્ષાઓ પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવામાં આવી રહી છે. દેશનું કોઈ પણ બાળક તેની માતૃભાષામાં પરીક્ષા આપીને એન્જિનિયરિંગ કરી શકે છે. આ વખતે JEE ની પરીક્ષા 13 જુદી જુદી ભાષાઓમાં લેવામાં આવી રહી છે. ચોથા તબક્કાની JEE મુખ્ય પરીક્ષા 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી યોજાશે.

જેઇઇ (Mains) સેશન 4 માટે નોંધણી કરવામાં આવી છે. આ વર્ષે પ્રથમ વખત, હિન્દી, અંગ્રેજી સિવાય, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

Next Article