અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મહત્વની સુચના, શિષ્યવૃતિ યોજનાનો લાભ લેવા માટે રાખો આ બાબતનું ધ્યાન

|

Jun 19, 2022 | 9:16 PM

સરકાર દ્વારા 2022-23ના વર્ષ માટે કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની મળેલ સુચના મુજબ શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓનું National Scholarship Portal (NSP) પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મહત્વની સુચના, શિષ્યવૃતિ યોજનાનો લાભ લેવા માટે રાખો આ બાબતનું ધ્યાન
Scholarship Application (Symbolic Image)

Follow us on

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ (Scholarship schemes) ચલાવવામાં આવતી હોય છે. જે અંતર્ગત પારદર્શક રીતે પ્રોસેસ થઈ શકે તે માટે ઓનલાઈન પ્રોસેસ કરવામાં આવે છે. સરકાર દ્વારા આ અંતર્ગત સમયાંતરે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવતી હોય છે. જેમાં હાલ ધોરણ 9, ધોરણ 10 તેમજ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી તેનો નંબર સાચવી રાખવા સૂચના આપવામાં આવી છે.

સરકાર દ્વારા 2022-23ના વર્ષ માટે કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની મળેલ સુચના મુજબ શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓનું National Scholarship Portal (NSP) પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓએ NSP Portal પર રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ વિદ્યાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજનામાં શિષ્યવૃતિ લઈ શક્શે. ઉલ્લેખનીય છે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જાતે જ રજીસ્ટ્રશન કરવાનું રહેશે. જ્યારે શાળાના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન શાળા દ્વારા જ કરવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

National Scholarship Portal પર આ રીતે કરો રજીસ્ટ્રેશન

  •  કેન્દ્ર સરકારની શિષ્યવૃતિ યોજનાની વેબસાઈટ https://scholarships.gov.in/ ઓપન કરીને New Registration પર ક્લિક કરવું.
  • New Registration પર ક્લિક કર્યા બાદ Registration on Pre-Matric and Post-Matric scholarship scheme for SC students For AY 2022-2023 પર ક્લિક કરવું.
  • ત્યારબાદ જરૂરી સુચનાઓ વાંચીને ‘Undertaking’ આપીને ‘Continue’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમામ વિગતો વાંચીને ભરવાની રહેશે અને ત્યારબાદ Register બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ જે નંબર પોર્ટલ દ્વારા જનરેટ થશે તે સાચવીને રાખવાનો રહેશે. આ નંબર ડિજીટલ ગુજરાત પોર્ટલ પર જ્યારે વિદ્યાર્થીઓના ફોર્મ શરૂ થશે ત્યારે નાખવાનો રહેશે. વિવિધ યોજનાઓમાં ગુજરાત પોર્ટલ પર કેવી રીતે અરજી કરવી તેની માહીતી શાળા/ કોલેજને અલગથી પરીપત્ર દ્વારા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022-23માં જે વિદ્યાર્થીઓએ NSP Portal પર રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ વિદ્યાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજનામાં શિષ્યવૃતિ લઈ શક્શે. વધારે માહિતી માટે વિદ્યાર્થીઓ જીલ્લાની નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરી શકે છે.

Next Article