
ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્રમાં પેપર લીકને લઈ કડક કાયદો લાવશે. આ અંગે ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનના કાયદાનો અભ્યાસ પણ શરૂ કરી દેવાયો છે. પેપર લીક મુદ્દે આવનારા નવા કાયદામાં પેપર ફોડનાર અને લેનાર બંને સામે કડક કાર્યવાહીની જોગવાઈઓ કરવામાં આવશે. જો કોઈ પરીક્ષાર્થી સંડોવાયેલો હશે તો 3 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા ન આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે. જ્યમાં હવે નવા કાયદાની અમલવારી બાદ જ પરીક્ષાઓ લેવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાના પેપર ખાનગી પ્રેસના બદલે સરકારી પ્રેસમાં છપાવવા અંગેની વિચારણા પણ ચાલી રહી છે.
જે કાયદાનું અત્યારે ડ્રાફ્ટિંગ થઇ રહ્યુ છે. એ કાયદાની અંદર હાલમાં સૌથી કડક કાયદો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં છે. આ બંને રાજ્યોના કાયદાનો અભ્યાસ હાલમાં કરવામાં આવી રહ્યો છે. આ કાયદાના ડ્રાફ્ટિંગ સમયે સજાની જોગવાઇ માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. પેપર લીક કાંડમાં જે પણ લોકો સંડોવાયેલા હશે તેમને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે. તો ઓછામાં ઓછો 10 લાખ રુપિયા દંડ ફટકારવાની જોગવાઇ પણ થઇ શકે છે. આ દંડની રકમમાં વધારો પણ થઇ શકે છે.
આ સાથે જ પેપર લીકમાં સંડોવાયેલા લોકોમાં જો કોઇ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશે, તો એવા ઉમેદવારોને ત્રણ વર્ષ સુધી કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં નહીં આવે. તો મહત્વની વાત એ પણ છે કે ગુજરાતમાં હવે નવા કાયદાની અમલવારી નહીં થાય ત્યાં સુધી કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે નહીં. ફેબ્રુઆરીના બજેટ સત્રમાં પેપર લીક માટેના કાયદા અંગે બીલ મુકવામાં આવશે. બીલને મંજુરી મળશે ત્યારબાદ મ્હોર લગાવવામાં આવશે અને ત્યાર બાદ કાયદો બનશે.
એટલે કે જ્યાં સુધી ગુજરાતમાં પેપર લીકનો નવો કાયદો નહીં આવે ત્યાં સુધી એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં થાય. આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં યોજાશે તેવી માહિતી હતી. આ માહિતી ગઇકાલે હસમુખ પટેલ આપવામાં આવી હતી. જો કે નવો કાયદો બન્યો ન હોવાને કારણે જ તેમણે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી ન હતી. એટલે કે હવે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે તે નવા કાયદાના અમલ બાદ યોજાશે.
હવે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે તેમાં જ્યાં સમુહ ઉમેદવારો એટલે કે નવ લાખ કે દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ હશે અને જેમાં પેપર ચોરી થવાની સંભાવના રહેલી હશે ત્યાં પરીક્ષાના ટાઇમ ટેબલ બદલી દેવામાં આવશે. એક સાથે 7 લાખ કે નવ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ના લેવાવાને બદલે અલગ અલગ સમયે અલગ તારીખે પરીક્ષા લેવાય તેવી વિચારણા ચાલી રહી છે. મલ્ટીપલ પેપર સેટ તૈયાર કરવાની વિચારણા પણ ચાલે છે. સજાની જોગવાઇમાં પણ વધારો કરવામાં આવશે.
Published On - 12:54 pm, Tue, 7 February 23