GSEB Board Exam 2022: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો સમગ્ર વિગત

|

Dec 24, 2021 | 1:13 PM

ઉપરાંત શાળા કક્ષાએ યોજાનાર ધોરણ 10 અને 12 ની પ્રાયોગિક પરીક્ષાની તારીખ 9 થી 11 ફેબ્રુઆરીના બદલે 24 થી 26 ફેબ્રુઆરી કરવામાં આવી છે.સાથે જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 14 થી 23 ફેબ્રુઆરીના બદલે 2 માર્ચથી 12 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

GSEB Board Exam 2022: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો સમગ્ર વિગત
GSEB Board Exam 2022

Follow us on

GSEB Board Exam 2022:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓનું રિવાઈઝ્ડ શેડ્યુલ (Revised Schedule) બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત બોર્ડે ધોરણ 9 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષા, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રેક્ટિકલ પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા મોકૂફ રાખી છે. અગાઉ ધોરણ 9 થી ધોરણ 12 ની પ્રિલિમિનરી પરીક્ષા 27 જાન્યુઆરી, 2022 થી યોજાવાની હતી, પરંતુ હવે તે 10 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.

બોર્ડ પરીક્ષાની તારીખો બદલાઈ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાત સરકારના(Gujarat Board)  નવા શેડ્યુલ પ્રમાણે ધોરણ 10 અને 12 (GSEB Board Exam 2022)ની બોર્ડ પરીક્ષા 14 એપ્રિલથી 28 એપ્રિલના બદલે 14 થી 30 માર્ચ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી 11ની વાર્ષિક પરીક્ષા 11 થી 21 એપ્રિલના બદલે 21 થી 30 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત બોર્ડમાં નવું શૈક્ષણિક સત્ર 9Education year) 2022-23 હવે 6 જૂનના બદલે 13 જૂનથી શરૂ થશે.

ઉપરાંત શાળા કક્ષાએ યોજાનાર ધોરણ 10 અને 12 ની પ્રાયોગિક પરીક્ષાની તારીખ 9 થી 11 ફેબ્રુઆરીના બદલે 24 થી 26 ફેબ્રુઆરી કરવામાં આવી છે.સાથે જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 14 થી 23 ફેબ્રુઆરીના બદલે 2 માર્ચથી 12 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

રજાઓ મુલતવી રાખવામાં આવી

અગાઉ ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન 2 મે 2022 થી 5 જૂન 2022 સુધી શરૂ થતું હતું, પરંતુ હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે રજાઓ 9 મેથી 12 જૂન વચ્ચે રહેશે. વર્ષ 2022-23નું શૈક્ષણિક સત્ર 6 જૂન, 2022ના બદલે 13 જૂનથી શરૂ થશે.

વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત બોર્ડનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ પ્રિલિમિનરી, સેકન્ડરી પરીક્ષા, ટેલેન્ટ સર્ચ પરીક્ષા, ધોરણ 10, 12મી બોર્ડ પરીક્ષા તેમજ ધોરણ 9, 11ની શાળા પરીક્ષા સહિતની તમામ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાનો સમય મળી રહે તે માટે પરીક્ષાની તારીખોમાં સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Naukari News : શું તમે ટેક્ષટાઈલ્સ અને કેમિકલ ક્ષેત્રે નોકરી શોધી રહ્યો છો ? તો વાંચો આ પોસ્ટ

આ પણ વાંચો : Bombay High Court Recruitment 2022: બોમ્બે હાઈકોર્ટમાં કલાર્કની પોસ્ટ પર બમ્પર વેકેન્સી, જુઓ વિગત

Published On - 9:22 am, Fri, 24 December 21

Next Article