તમે CBSE 10માં અંગ્રેજીના પેપરમાં 90% માર્ક્સ મેળવી શકો છો, બસ આ ટિપ્સને કરો ફોલો

CBSE-10માં અંગ્રેજી એક એવો વિષય છે. જેમાં વિદ્યાર્થીઓ સારી તૈયારી કરીને વધુ સારા માર્ક્સ મેળવી શકે છે. અંગ્રેજી એક સ્કોરિંગ પેપર છે. CBSE-10માનું અંગ્રેજીનું પેપર 26 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. અહીં અંગ્રેજી પેપરની તૈયારી કઈ રીતે કરવી તેની ટીપ્સ આપવામાં આવી રહી છે.

તમે CBSE 10માં અંગ્રેજીના પેપરમાં 90% માર્ક્સ મેળવી શકો છો, બસ આ ટિપ્સને કરો ફોલો
CBSE 10th English paper
| Updated on: Jan 17, 2024 | 9:50 AM

CBSE-10મી બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરી 2024થી શરૂ થશે અને 13મી માર્ચ 2024 સુધી ચાલશે. ડેટશીટ બહાર પાડવામાં આવી છે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ પાસે હવે એક મહિનાથી ઓછો સમય બાકી છે. CBSE-10માં અંગ્રેજી વિષયની પરીક્ષા 26 ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવશે.

CBSE બોર્ડની પરીક્ષાઓમાં અંગ્રેજીને ફરજિયાત વિષય તરીકે સામેલ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અહીં દર્શાવેલી ટીપ્સ સાથે તૈયારી કરીને આ પેપરમાં 90 ટકાથી વધુ માર્ક્સ મેળવી શકે છે.

  1. આ જરૂર ફોલો કરો : CBSE ધોરણ 10 અંગ્રેજી પરીક્ષાની તૈયારી કરવા માટે પહેલા અભ્યાસક્રમ તપાસો અને તે મુજબ તૈયારી કરો. બીજું કે પેપર પેટર્નમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના પ્રકારને સમજો. આ માહિતી વિના, તૈયારી અધૂરી રહે છે.
  2. NCERT પુસ્તકો વાંચો : સારી તૈયારી માટે વિદ્યાર્થીઓએ માત્ર CBSE દ્વારા નિર્ધારિત પુસ્તકો એટલે કે NCERT પુસ્તકો વાંચવા જોઈએ. તમે જે વિષયોમાં નબળા છો તેના પર વધુ ધ્યાન આપો અને રિવિઝન કરતી વખતે નોટ બનાવવી જોઈએ. તૈયારી કરતી વખતે અભ્યાસક્રમ તમારી સાથે રાખો અને વિષય મુજબ કવર કરતા જાઓ. ગયા વર્ષનું પેપર પણ સોલ્વ કરવું એટલું જરૂરી છે.
  3. સેમ્પલ પેપર જોવા જોઈએ : CBSE એ બોર્ડની પરીક્ષા માટે વિષયવાર સેમ્પલ પેપરો બહાર પાડ્યા છે. 10માં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ આ તપાસવું આવશ્યક છે. પરીક્ષામાં ક્યા પ્રકારના અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાર્થીઓ સેમ્પલ પેપરમાંથી માહિતી મેળવી શકે છે. આ સારી તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ છે.
  4. લેખનનો અભ્યાસ કરો : પરીક્ષામાં તમારી લેખન શૈલી ઘણી મહત્વની છે. જો પ્રશ્નોના જવાબો સાચા હોય પણ લખાણ સારું ન હોય તો તમને પૂરા માર્ક્સ નહીં મેળવી શકો. આ માટે વિદ્યાર્થીઓએ દરરોજ લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. આનો બીજો મોટો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાના તમામ પ્રશ્નો નિર્ધારિત સમયમાં સરળતાથી સોલ્વ કરી શકો છો.
  5. ટાઈમ મેન્જમેન્ટ : CBSE ધોરણ 10મા અંગ્રેજી વિષયની પરીક્ષા 3 કલાકની હોય છે. તેથી વિદ્યાર્થીઓએ સમયનું ધ્યાન રાખવું જોઈએ. ટાઈમ મેન્જમેન્ટ કરીને તૈયારી માટેની યોજના બનાવો અને તે મુજબ દરરોજ તૈયારી કરવી જોઈએ. દરેક વિષયની તૈયારી માટે સમય નક્કી કરો અને તે જ સમયગાળામાં તેની તૈયારી કરો.