
એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) એ કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળની કંપની છે. પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન અનુસાર, કુલ 30 PO પદ ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ -main.ecgc.in ની સર્ચ કરવું પડશે.
ECGC દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિફિકેશન મુજબ, પ્રોબેશનરી ઓફિસર ભરતી (ECGC PO Recruitment 2025) માટે અરજી પ્રક્રિયા 11 નવેમ્બર, 2025 થી શરૂ થશે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે 2 ડિસેમ્બર, 2025 સુધીનો સમય છે. ઉમેદવારો 6 અને 7 ડિસેમ્બરના રોજ તેમના અરજી ફોર્મમાં સુધારા કરી શકે છે.
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. વય મર્યાદાની વાત કરીએ તો, ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામત શ્રેણીઓના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
ECGCમાં પ્રોબેશનરી ઓફિસરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ઉત્તમ પગાર મળશે. સૂચના અનુસાર, પગાર ₹88,635 થી ₹1,69,025 પ્રતિ માસ સુધીનો રહેશે. આ ઉપરાંત, કર્મચારીઓને ગ્રેડ પે, DA, HRA અને અન્ય ભથ્થાં મળશે.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.