GATE 2024ની પરીક્ષામાં પૂછવામાં આવશે ડેટા સાયન્સ અને AIના પ્રશ્નો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા, અહીં ચેક કરો શેડ્યૂલ

|

Aug 15, 2023 | 1:56 PM

ગેટ 2024 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થશે અને 29 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. પરીક્ષામાં બેસવા માટે, ઉમેદવારો 13 ઓક્ટોબર 2023 સુધી લેટ ફી સાથે ઑનલાઇન અરજી સબમિટ કરી શકે છે. પરીક્ષામાં કુલ 30 પેપર છે. ઉમેદવારો વધુમાં વધુ બે પેપર માટે અરજી કરી શકે છે.

GATE 2024ની પરીક્ષામાં પૂછવામાં આવશે ડેટા સાયન્સ અને AIના પ્રશ્નો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા, અહીં ચેક કરો શેડ્યૂલ
GATE Exam

Follow us on

GATE 2024ની પરીક્ષામાં બે નવા પેપર ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઉમેરવામાં આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બેંગ્લોરે એન્જિનિયરિંગ 2024 ની પરીક્ષામાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડ્યું છે. ઉમેદવારો સંસ્થાની અધિકૃત વેબસાઈટ gate2024.iisc.ac.in પર પ્રકાશિત થયેલ શેડ્યૂલ જોઈ શકે છે.

નોંધણી પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થશે

ગેટ 2024 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થશે અને 29 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. પરીક્ષામાં બેસવા માટે, ઉમેદવારો 13 ઓક્ટોબર 2023 સુધી લેટ ફી સાથે ઑનલાઇન અરજી સબમિટ કરી શકે છે. પરીક્ષામાં કુલ 30 પેપર છે. ઉમેદવારો વધુમાં વધુ બે પેપર માટે અરજી કરી શકે છે.

GATE 2023 પરીક્ષાની તારીખ

કામચલાઉ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, પરીક્ષાની સંભવિત તારીખો ફેબ્રુઆરી 3, 4, 10 અને 11, 2024 છે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટમાં, પરીક્ષા સવારે 9.30 થી 12.30 સુધી ચાલશે અને બીજી શિફ્ટમાં, પરીક્ષા બપોરે 2.30 થી 5.30 સુધી ચાલશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગેટ એડમિટ કાર્ડ 3 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરવામાં આવશે

નોંધાયેલા ઉમેદવારો 7 થી 11 નવેમ્બર 2023 દરમિયાન તેમની અરજીમાં સુધારો કરી શકે છે. ગેટ એડમિટ કાર્ડ 3 જાન્યુઆરી, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી 21 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થશે. ઉમેદવારો આ અંગે 22 થી 25 ફેબ્રુઆરી 2024 દરમિયાન પોતાનો વાંધો નોંધાવી શકશે. પ્રોવિઝનલ આન્સર કી પર મળેલા વાંધાઓના નિકાલ બાદ પરિણામ 16 માર્ચ, 2024ના રોજ જાહેર કરવામાં આવશે.

ગેટ 2024 માટે કેવી રીતે અરજી કરવી

  • સત્તાવાર વેબસાઇટ gate2024.iisc.ac.in ની મુલાકાત લો.
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દાખલ કરીને નોંધણી કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ કરો.

આ પણ વાંચો : English Speaking Tips: શું તમે ઝડપથી અંગ્રેજી બોલવા માંગો છો? તો આજે જ અપનાવો આ ટિપ્સ

છેલ્લી વખત IIT કાનપુર દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા 4 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. પરિણામ 16 માર્ચે અને સ્કોરકાર્ડ 21 માર્ચે જાહેર કરવામાં આવ્યા હતા.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article