
CTET 2023ની પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની રાહ પૂરી થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CTET 2023નું પરિણામ (CTET Result 2023) જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ તપાસવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જવું પડશે. પરિણામ ચકાસવા માટે, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડશે.
CTET 2023 પરીક્ષાનું આયોજન 27 એપ્રિલ 2023 ના રોજ શરૂ થયું હતું. અરજી કરવા માટે 26 મે 2023 સુધીનો સમય હતો. આ પરીક્ષા 20 ઓગસ્ટ 2023ના રોજ લેવામાં આવી હતી. હવે પરિણામની લિંક વેબસાઈટ પર સક્રિય થઈ ગઈ છે. પરિણામ ચકાસવા માટે, ઉમેદવારોએ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
CTET પરીક્ષા બાદ 15 સપ્ટેમ્બર 2023 ના રોજ CBSE દ્વારા આન્સર કી બહાર પાડવામાં આવી હતી. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો પાસેથી આન્સર કી પર વાંધા અરજી મંગવવામાં આવી હતી. મળેલી અરજીના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. પરિણામ ચેક કર્યા બાદ ચોક્કસપણે તમારી વિગતો તપાસો. શિક્ષકો CTET સ્કોર દ્વારા ભરતી પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ પરીક્ષાનો ઉપયોગ શિક્ષકની ભરતી માટે લઘુત્તમ લાયકાત તરીકે થઈ શકે છે.
આ પણ વાંચો : CTET અને TET વચ્ચે શું તફાવત છે? કોની માગ વધારે? સરળ ભાષામાં સમજો
આ પરીક્ષા 20મી ઓગસ્ટના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષા માટે 29 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં પેપર 1 માટે 15.01 લાખ અને પેપર 2 માટે 14.02 લાખ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે જ સમયે, માત્ર 80 ટકા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહી શક્યા હતા.
શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો