
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે (CBSE Board) વર્ષ 2024ની બોર્ડ પરીક્ષાઓ માટે ધોરણ 10 અને ધોરણ 12 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. CBSE બોર્ડ દ્વારા નોંધણીને લઈને વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બોર્ડે વિદ્યાર્થીઓ, આચાર્ય અને વાલીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
CBSE બોર્ડે શાળાઓને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે, પ્રાયોજિત વિદ્યાર્થીઓ માત્ર તેમના પોતાના નિયમિત અને વાસ્તવિક વિદ્યાર્થીઓ છે. કોઈ નિયમિત વિદ્યાર્થીનું નામ નોંધણી માટે બાકી નથી. બોર્ડે કહ્યું કે, વિદ્યાર્થીઓ કોઈપણ અનધિકૃત અથવા બિનસંબંધિત શાળાના હોવા જોઈએ નહીં.
આ પણ વાંચો : MBBS ના 10 વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, રેગિંગમાં સામેલ હોવાનો આરોપ
CBSE બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નોટિસ જાહેર કરવામાં આવી છે. બોર્ડે કહ્યું છે કે વિદ્યાર્થીઓએ પેઇડ સેમ્પલ પેપર માટે આવતી નકલી લિંક્સને ટાળવી જોઈએ. પ્રેક્ટિસ પેપર બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર મફતમાં બહાર પાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ CBSE બોર્ડની અધિકૃત વેબસાઇટ cbseacademic.nic.in પર જઈને પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરી શકે છે.