CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી યોજાશે ! જાણો ડેટશીટ સંબંધિત લેટેસ્ટ અપડેટ

|

Dec 03, 2022 | 9:59 AM

CBSE દ્વારા ડેટશીટ જાહેર કર્યા પછી, વિદ્યાર્થીઓ તેને ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ડેટશીટ સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ.

CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી યોજાશે ! જાણો ડેટશીટ સંબંધિત લેટેસ્ટ અપડેટ
CBSE CISCE Exam Date 2023(Symbolic Image)

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) 15મી ફેબ્રુઆરી, 2023થી 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ શરૂ કરે તેવી શક્યતા છે. આ માહિતી CBSE દ્વારા અગાઉ કરવામાં આવેલી જાહેરાત દ્વારા ઉપલબ્ધ છે. જો કે, 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ માટે CBSE ડેટશીટ 2023 હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડની પરીક્ષા માટે CBSE બોર્ડની ડેટશીટ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. એકવાર ડેટશીટ જાહેર થઈ જાય પછી, વિદ્યાર્થીઓ તેને ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જઈને ચકાસી શકે છે.

જો આપણે જૂના ટ્રેન્ડ પર નજર કરીએ, તો CBSE બોર્ડ દ્વારા પરીક્ષા શરૂ થવાના 75થી 90 દિવસ પહેલા પરીક્ષાની ડેટશીટ જાહેર કરી દેવામાં આવે છે. જો આ વલણ મુજબ, અમે અપેક્ષા રાખી શકીએ છીએ કે બોર્ડ થોડા દિવસોમાં CBSE બોર્ડ પરીક્ષાની તારીખ 2023 જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ડેટશીટ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો.

ડેટશીટ અહીં કરો ચેક

સીબીએસઈ બોર્ડની ડેટશીટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તેઓ સીબીએસઈની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in જોઈ શકે છે. જો વિદ્યાર્થીઓ ઈચ્છે છે, તો તેઓ ડેટશીટ સંબંધિત કોઈપણ અપડેટ માટે તેમની શાળાનો સંપર્ક કરી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ડેટાશીટ આ રીતે કરો ડાઉનલોડ

એકવાર CBSE દ્વારા ડેટશીટ બહાર પાડવામાં આવે, તે ઓફિશિયલ સાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકે છે.

  1. ડેટશીટ ડાઉનલોડ કરવા માટે ઓફઇશિયલ વેબસાઇટ cbse.gov.inની મુલાકાત લો.
  2. હોમપેજ પર, તમારે નોટિફિકેશન સેક્શનમાં જવું પડશે.
  3. હવે તમે નવા પેઈજ પર પહોંચશો.
  4. તમારા વર્ગ અનુસાર ડેટશીટ લિંક પર ક્લિક કરો.
  5. હવે તમે સ્ક્રીન પર પીડીએફ ફોર્મેટમાં ડેટશીટ જોશો.
  6. પીડીએફ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

ડેટશીટના પ્રકાશન પછી, ઉમેદવારો પાસે પરીક્ષાની તૈયારી માટે સંપૂર્ણ સમયપત્રક હશે. જો પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવામાં આવે છે, તો વિદ્યાર્થીઓ પાસે તૈયારી માટે લગભગ ત્રણ મહિનાનો સમય હશે.

Next Article