CBSE 12મા ધોરણનું પરિણામ 2022 લિંક: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. CBSE ધોરણ 12 નું પરિણામ 2022 CBSE, (Cbse 12th Result) શુક્રવાર, 22 જુલાઈ 2022 ના રોજ સવારે 9.40 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. સીબીએસઈ બોર્ડ cbse.gov.in અને cbseresults.nic.in ની સત્તાવાર વેબસાઈટ પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તમે આ સમાચારમાં આગળ આપવામાં આવેલી સીધી લિંક પરથી તમારું પરિણામ પણ જોઈ શકો છો. પરિણામ ચકાસવા માટે, CBSE એ તેની વેબસાઇટ પર 3 લિંક્સ સક્રિય કરી છે. તમે આમાંથી કોઈપણ લિંક પર ક્લિક કરીને તમારું CBSE 12માનું પરિણામ જોઈ શકો છો.
CBSE ધોરણ 12નું Results જોવા માટે તમે અહીં જણાવેલ સ્ટેપ્સ ફોલો કરી શકો છો
Central Board of Secondary Education (CBSE) announces Class 12 results pic.twitter.com/tt5h3AgEup
— ANI (@ANI) July 22, 2022
CBSE 12મી 2022માં ફરી એકવાર છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા. વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 94.54% છે. જ્યારે 91.25% છોકરાઓ પાસ થયા છે.
CBSE ઘોરણ 12 2022 માં, કુલ 14,44,341 વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા માટે રજિસ્ટર કરાવ્યું હતું. જેમાંથી 14,35,366એ પરીક્ષા આપી હતી. CBSE 12મું પાસ કરનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 13,30,662 છે. એકંદરે CBSE 12મું પાસ ટકાવારી 2022 એટલે કે છોકરાઓ અને છોકરીઓ મળીને આ વખતે 92.71 છે.
સૌથી પહેલા મોબાઈલ પર CBSE 12 લખો અને આ મેસેજ 7738299899 પર મોકલો. આ મેસેજ મોકલ્યા બાદ તરત જ તમારા મોબાઈલ પર પરિણામ આવી જશે.
CBSE બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ જરૂરી છે. આ વખતે બોર્ડની પરીક્ષા બે વખત લેવામાં આવી હતી. ટર્મ 1ની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવી હતી અને ટર્મ 2ની પરીક્ષા એપ્રિલ અને જૂનમાં સમાપ્ત થઈ હતી. લગભગ તમામ રાજ્ય બોર્ડે પરિણામ જાહેર કરી દીધા છે.
CBSE 12th Region Wise Pass Percentage 2022
Published On - 10:16 am, Fri, 22 July 22