વિદ્યાર્થીઓને CBSE 10મા-12માનું પરિણામ ચેક કરવાનો બીજો વિકલ્પ મળી ગયો છે. હવે વિદ્યાર્થીઓ ડિજીલોકર દ્વારા પણ તેમનું પરિણામ ચકાસી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ ડિજીલોકર પર જઈને એકાઉન્ટ બનાવવું પડશે. પરિણામની સાથે માર્કશીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ માર્કશીટ માટે પિન દાખલ કરવાનો રહેશે, જે શાળાઓ દ્વારા પ્રાપ્ત થશે. DigiLocker એ ટ્વિટર પર ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં સીબીએસઈનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ હવે તૈયાર થઈ જાઓ, કારણ કે બહુ જલ્દી CBSE પરિણામની તારીખ જાહેર કરશે. ઓફિશિયલ બોર્ડ સિવાય, વિદ્યાર્થીઓ પાસે અન્ય ઘણા વિકલ્પો છે, જ્યાં તમે તમારું પરિણામ ચકાસી શકો છો.
cbse.digitallocker.gov.in
cbse.gov.in
parikshasangam.cbse.gov.in
Umag App
Tv9hindi.com
BY SMS
CBSEએ શુક્રવારે નોટિસ જાહેર કરીને આ જાણકારી આપી છે. વિદ્યાર્થીઓના ડેટાની ગોપનીયતા અને સુરક્ષાને મજબૂત કરવા માટે, CBSEએ આ 6-અંકની સુરક્ષા PIN સિસ્ટમ રજૂ કરી છે. ડિજીલોકર એકાઉન્ટ એક્ટિવેટ થયા પછી, વિદ્યાર્થીઓ વિભાગમાં જઈને જાહેર કરાયેલા દસ્તાવેજો ડાઉનલોડ કરી શકશે અથવા એક્સેસ કરી શકશે. સૌપ્રથમ શાળાઓને સિક્યોરિટી પિન આપવામાં આવશે. આ પછી શાળા દરેક વિદ્યાર્થીઓને આપશે.
CBSE સત્ર-2નું પરિણામ 2022 જુલાઈના અંત સુધીમાં જાહેર થવાની ધારણા છે. કારણ કે હજુ સુધી CBSEએ સત્તાવાર રીતે કોઈ તારીખ જાહેર કરી નથી. અહેવાલો અનુસાર, પરિણામની તારીખ જુલાઈના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. પરિણામ જાહેર થાય તે પહેલા તારીખ જાહેર કરવામાં આવશે. CBSE દ્વારા ટ્વિટર સહિતની ઓફિશિયલ વેબસાઇટ પર પણ માહિતી આપવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જાઓ. હોમપેજ પર CBSE ધોરણ-10 પરિણામ 2022 લિંક પર ક્લિક કરો. જરૂરી વિગતો ભરો અને સબમિટ કરો. હવે તમે 10મા ધોરણનું પરિણામ સ્ક્રીન પર જોઈ શકશો. સ્કોરકાર્ડ તપાસો અને પછી તેને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો.