ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે, IIM દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર CAT એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 માટે મોક ટેસ્ટ રિલીઝ કર્યા છે. જે વિદ્યાર્થીઓએ CAT પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ IIM ની ઓફિશિયલ વેબસાઇ પરથી તેને ડાઉનલોડ કરી શકે છે. મોક ટેસ્ટ દ્વારા ઉમેદવારો પરીક્ષા માટે તેમની તૈયારીની ચકાસણી કરી શકે છે.
આ ઉપરાંત તેનાથી ઉમેદવારોને પેપર પેટર્ન અને સિલેબસને સમજવામાં ફાયદો થઈ શકે છે. મોક ટેસ્ટ દ્વારા તમે તમારી સ્પીડ વધારી શકો છો. સેમ્પલ પેપર ડાઉનલોડ કરવા માટે તમારે અહીં આપેલા સ્ટેપ્સને અનુસરવું પડશે.
વેબસાઇટ પર આપેલી સૂચના અનુસાર, મોક ટેસ્ટમાં પાછલા વર્ષના પ્રશ્નપત્રમાંથી પસંદ કરાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ઉમેદવારોને પરીક્ષામાં MCQ અને નોન-MCQ માં પૂછવામાં આવેલા જુદા-જુદા પ્રકારના પ્રશ્નપત્રોથી પરિચિત કરવાનો છે.
મોક ટેસ્ટ કુલ 120 મિનિટની હોય છે, જેને ત્રણ ભાગ માટે 40 મિનિટના ત્રણ સ્લોટમાં વહેંચવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં આ જ રીતે ત્રણ ભાગ માટે દરેક ખંડ માટે 40 મિનિટનો સમય આપવામાં આવે છે. આ ઉપરાંત PWD ઉમેદવારો માટે 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે.
આ પણ વાંચો : ભારતમાં ખુલશે વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ, UGCના નવા નિયમ મૂજબ ઘરે બેઠા કરી શકાશે કોર્સ
PwD અને બિન-PwD ઉમેદવારો માટે અલગ CAT મોક ટેસ્ટ લિંક્સ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે CAT 2023 IIM પ્રવેશ માટેની તારીખ 26 નવેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.