CA Result 2023 : દેશને મળ્યા 13000 થી વધુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનો વિદ્યાર્થી બન્યો ટોપર, જુઓ Video

|

Jul 05, 2023 | 8:45 PM

CA Final, Inter Result 2023: CA ફાઈનલમાં (CA Result 2023) આ વર્ષે અમદાવાદના જૈન અક્ષય રમેશ ટોપર રહ્યો છે. તેને ફાઈનલમાં 800માંથી 616 માર્ક્સ મેળવ્યા છે. ઈન્ટર પરિણામોની સાથે ટોપર્સનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

CA Result 2023 : દેશને મળ્યા 13000 થી વધુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનો વિદ્યાર્થી બન્યો ટોપર, જુઓ Video
CA Result 2023

Follow us on

CA Final Inter Result 2023: સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષા 2023નું પરિણામ (CA Final Inter Result 2023) આજે જાહેર કરવામાં આવ્યું છે. દેશને આ વખતે 13000 થી વધુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા CA ફાઈનલ અને ઈન્ટરના પરિણામો ઓફિશિયલ વેબસાઈટ icai.org પર જાહેર કરવામાં આવ્યા છે. પરિણામની સાથે ટોપર્સનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત અમદાવાદના જૈન અક્ષય રમેશ ટોપર રહ્યો છે. તેને ફાઈનલમાં 800માંથી 616 માર્ક્સ મેળવ્યા છે.

સીએ ફાઈનલ અને ઈન્ટરની પરીક્ષાઓ આ વર્ષે મે મહિનામાં લેવામાં આવી હતી. તમામ ગ્રૂપનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારીની વાત કરીએ તો સીએ ઈન્ટરમાં બંને ગ્રુપ સહિત કુલ 10.24 ટકા પરીક્ષાર્થી પાસ થયા છે. આ વર્ષે સીએ ફાઈનલના કમ્બાઈન્ડ ગ્રુપમાં 8.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સીએ ફાઈનલમાં કેટલા પાસ થયા?

આઈસીએઆઈના સીસીએમ ધીરજ ખંડેલવાલે પરિણામ જાહેર થવાની જાણકારી આપી છે. આ વર્ષે સીએ ફાઈનલના ગ્રુપ 1માં કુલ 57,067 પરીક્ષાર્થીએ હાજરી આપી હતી, જેમાંથી 6,795 વિદ્યાર્થી એટલે કે 11.91% પાસ થયા છે. જ્યારે સીએ ફાઈનલ ગ્રુપ 2માં કુલ 61,844 વિદ્યાર્થી હતા, જેમાંથી 19,438 પાસ થયા છે. જેમાં કુલ 31.43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

(PC: DHIRAJ KHANDELWAL Twitter)

સીએ ફાઈનલના કમ્બાઈન્ડ ગ્રુપની વાત કરીએ તો કુલ 25,841 વિદ્યાર્થીમાંથી 2,152 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. આ વખતે કુલ 13430 નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે. આ તમામને કોન્વોકેશન દ્વારા સીએની મેમ્બરશિપ મળશે. કોન્વોકેશન માટે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવશે.

આ પણ વાંચો : Current Affairs 05 July 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના CFO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

સીએ ઈન્ટરમીડિયેટ પરિણામ પર વાત કરીયે તો આ વર્ષે ગ્રુપ 1 માટે પાસ થનારાની ટકાવારી 18.95 ટકા રહી છે. સીએ ઈન્ટર ગ્રુપ 1 માં કુલ 1,00,781 વિદ્યાર્થી હતા, જેમાંથી 19,103 સફળ થયા છે અને ગ્રુપ 2માં 81,956 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તેમાંથી 23.44% એટલે કે 19,208 વિદ્યાર્થી પાસ થયા છે. બંને ગ્રુપની વાત કરીએ તો 39,195માંથી માત્ર 4,014 વિદ્યાર્થીને સફળતા મળી છે.

કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:34 pm, Wed, 5 July 23

Next Article