Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં, આ તારીખે જાહેર થશે પરિણામ

|

May 18, 2023 | 1:22 PM

Breaking News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2023 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં, આ તારીખે જાહેર થશે પરિણામ
Gujarat 12th General Stream Result Date 2023
Image Credit source: simbolic image

Follow us on

Gujarat 12th General Stream Result Date 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2023 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : CBSE Result 2023: ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ 10-12નું પરિણામ, વિદ્યાર્થીઓને માર્કશીટ ડાઉનલોડ કરવા માટે DigiLocker PIN મળશે

મળતી માહિતી અનુસાર 25 મે થી 5 જૂન વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં છે. જેથી તેનું પરિણા મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદના ગણતરીના દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66 ટકા આવ્યું હતુ

થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પરિણામ ઓછુ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે.આ વર્ષે 83.22 % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે.

સામાન્ય પ્રવાહમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા

ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 11:39 am, Thu, 18 May 23

Next Article