બોર્ડની પરીક્ષા 2024માં બેસનારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે એક નવો અભ્યાસક્રમ ફ્રેમવર્ક બહાર પાડ્યો છે. મંત્રાલયે કહ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, તેનાથી વિદ્યાર્થીઓની સમજ અને કૌશલ્યનો વિકાસ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની બે તક મળશે.
આ પણ વાંચો : Education News : દેશની ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે
શિક્ષણ મંત્રાલયનું નવું માળખું જણાવે છે કે, બોર્ડ પેપર માટે ટેસ્ટ ડેવલપર્સ અને મૂલ્યાંકનકર્તાઓએ આ કાર્ય હાથ ધરતા પહેલા યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાંથી પસાર થવું પડશે. શિક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે, 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાં ઓછામાં ઓછી એક ભાષા ભારતની હશે.
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અભ્યાસક્રમને આવરી લેવાની વર્તમાન પ્રથાને ટાળશે. આ સાથે કોર્સના પુસ્તકોના ભાવમાં પણ ઘટાડો થશે. ધોરણ 11 અને 12 માં વિષયની પસંદગી સ્ટ્રીમ સુધી મર્યાદિત રહેશે નહીં. વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ હેઠળ 2024ના શૈક્ષણિક સત્ર માટે નવા પુસ્તકો તૈયાર કરવામાં આવશે. તે જ સમયે શાળા બોર્ડ નિયત સમયે માંગ મુજબ પરીક્ષા આપવાની ક્ષમતા વિકસાવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો પણ નવા અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે. CBSE સહિત વિવિધ રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે. પરીક્ષાઓ ટર્મ મુજબની નહીં હોય, જે પરીક્ષામાં વિદ્યાર્થીના ગુણ સારા હશે તે આગળ માન્ય રહેશે.