નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે આ રીતે કરો અરજી, જાણો ક્યારે લેવામાં આવશે પ્રવેશ પરીક્ષા

એન.વી.એસ. દ્વારા આપવામાં આવેલા નિવેદન મૂજબ, ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મમાં સુધારા-વધારા કરી શકે છે. કરેક્શન વિન્ડો 16 અને 17 નવેમ્બર 2023 ના રોજ ખુલ્લી રહેશે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓ કે તેમના માતા-પિતા દ્વારા સિલેક્ટેડ કેટેગરીમાં જ ફેરફાર કરી શકાય છે.

નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે આ રીતે કરો અરજી, જાણો ક્યારે લેવામાં આવશે પ્રવેશ પરીક્ષા
Students
| Updated on: Nov 15, 2023 | 6:57 PM

નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. નવોદય વિદ્યાલય સમિતિ એટલે કે NVS દ્વારા ધોરણ 9 અને 11 માં એડમિશન લેવા માટે યોજાનારી જવાહર નવોદય વિદ્યાલય લેટરલ એન્ટ્રી સિલેક્શન એક્સામ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું છે. તેના માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023 છે.

રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ બાદ ઓનલાઇન અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તેથી જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જઈને રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી શકે છે.

એડમિશન માટે આ રીતે કરો ઓનલાઈન અરજી કરો

  • સૌથી પહેલા વિદ્યાર્થી અથવા વાલીઓ ઓફિશિયલ વેબસાઇટ navodaya.gov.in પર જાઓ.
  • ત્યારબાદ JNV ધોરણ 9 અથવા 11 એડમિશન 2024 ની લિંક પર ક્લિક કરો.
  • હવે રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો સાથે રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
  • રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરી તેની પ્રિન્ટ આઉટ લઈને રાખો.

રજીસ્ટ્રેશન ફોર્મ સુધારવાની તારીખ

એન.વી.એસ. દ્વારા આપવામાં આવેલા નિવેદન મૂજબ, ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મમાં સુધારા-વધારા કરી શકે છે. કરેક્શન વિન્ડો 16 અને 17 નવેમ્બર 2023 ના રોજ ખુલ્લી રહેશે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓ કે તેમના માતા-પિતા દ્વારા સિલેક્ટેડ કેટેગરીમાં જ ફેરફાર કરી શકાય છે. જે મૂજબ ફક્ત જેન્ડર, કેટેગરી અને વિકલાંગતામાં જ ફેરફાર કરી શકાય છે.

આ પણ વાંચો : CAT પરીક્ષાની તૈયારી માટે મોક ટેસ્ટ લિંક એક્ટિવ કરવામાં આવી, સેમ્પલ પેપર દ્વારા કરો તૈયારી

ફેબ્રુઆરીમાં લેવામાં આવશે પ્રવેશ પરીક્ષા

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચના અનુસાર, ધોરણ 9 અને 11 માં એડમિશન લેવા માટેની પરીક્ષા 10 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ હોલ ટિકિટ NVS ની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત જેઓ ધોરણ 6 માં પ્રવેશ લેવા ઈચ્છે છે તેઓએ શાળા પસંદગી ટેસ્ટમાં ભાગ લેવો પડશે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:57 pm, Wed, 15 November 23