શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કરી શકો છો આ 5 શોર્ટ ટર્મ પોપ્યુલર ડિપ્લોમાં કોર્ષ, મળશે સારી નોકરી

Diplome Course: શાળાકીય શિક્ષણ પછી ડિપ્લોમા અભ્યાસક્રમો: ઝડપથી બદલાતી નોકરીમાં વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા લોકોની વધુ માંગ છે. પરિણામે, આજે ઘણા વિદ્યાર્થીઓ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા ડિપ્લોમા અભ્યાસક્રમો પસંદ કરી રહ્યા છે.

શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કરી શકો છો આ 5 શોર્ટ ટર્મ પોપ્યુલર ડિપ્લોમાં કોર્ષ, મળશે સારી નોકરી
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Aug 20, 2022 | 2:32 PM

એક માન્યતા એવી છે કે ડિગ્રી સર્ટિફિકેટ (Degree Certificate) ધરાવતા ઉમેદવારોને નોકરીની વધુ સારી તકો મળે છે, પરંતુ એવું બિલકુલ નથી. જો ડિગ્રી  અભ્યાક્રમ સિવાય કોઈ ટૂંકાગાળાનો કોર્ષ કરવા ઈચ્છો છો તો અહીં ટોપ 5 ડિપ્લોમા (Diploma) અભ્યાસક્રમો (Courses) છે જેના પર તમે વિચાર કરી શકો છે.

1 ન્યુટ્રિશ્યન એન્ડ ડાઈટિશિયન ડિપ્લોમાં કોર્ષ

સારું સ્વાસ્થ્ય હંમેશા સફળ જીવન પસંદગીના મુખ્ય સ્તંભોમાંનું એક રહ્યું છે. ઝડપી ગતિવાળી આધુનિક જીવનશૈલીમાં આપણામાંના મોટાભાગના લોકો ખાવા-પીવાની કાળજી લેતા નથી, જે સમય જતાં સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

વ્યવસાયિક જીવનમાં વધતી જતી તબીબી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ન્યુટ્રિશન અને ડાયેટિશિયન સાયન્સ સૌથી વધુ લાભદાયી અને ઝડપથી વિકસતા કારકિર્દી વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. તેથી, જો તમે ન્યુટ્રિશન અને ડાયેટિશિયનમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે તેમાં ડિપ્લોમા કરી શકો છો. આ કોર્સમાં કારકિર્દીની ઘણી તકો છે, જેમ કે હેલ્થ કોચ, ક્લિનિકલ ડાયેટિશિયન, ન્યુટ્રિશન એજ્યુકેટર, ન્યુટ્રિશન થેરાપિસ્ટ, પર્સનલ ન્યુટ્રિશનિસ્ટ વગેરે.

2. ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કોર્ષ

ઈન્ટીરિયર ડિઝાઈનિંગ આજકાલ કારકિર્દી માટે ઘણો ડિમાન્ડમાં છે. ભારતમાં અનેક લોકો આ કોર્ષ લઈ રહ્યા છે. ઈન્ટિરિયર ડિઝાઈનર આર્કિટેક્ટ્સ સાથે ભાગીદારીમાં કામ કરે છે. તેઓ કોઈ પ્રતિષ્ઠાના લે આઉટની યોજના બનાવી રણનીતિ બનાવવામાં મદદરૂપ થાય છે. પછી તે ઘર હોય, ઓફિસ હોય કે અન્ય કોઈ વ્યાપારી સંકુલ હોય.

તેમનો પ્રાથમિક ધ્યેય આપેલ જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. ઈન્ટિરિયર ડિઝાઈનરો ‘સૌંદર્ય શાસ્ત્ર’ સાથે સંબંધિત તમામ પાસાઓ સાથે સંકળાયેલા છે, જેમાં લેઆઉટ અને સ્ટ્રક્ચરનું આયોજન, રંગોનું મિશ્રણ નક્કી કરવુ, યોગ્ય રાચરચીલું પસંદ કરવું અને સંબંધિત પ્રતિષ્ઠાનની સજાવટ સામેલ છે.

3. એનિમેશન અને VFXમાં ડિપ્લોમા કોર્સ

આ ડિપ્લોમા કોર્સ તમને એનિમેશન અને વિઝ્યુઅલ ઈફેક્ટની થિયરી શીખવામાં મદદ કરશે. ડિપ્લોમા તમને એનિમેશનના મૂળ અને એનિમેટેડ આકૃતિ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ શીખવવા માટે ડિઝાઈન કરાયેલો છે.

4. ડિપ્લોમા કોર્સ ઈન ફેશન ડિઝાઈનિંગ કોર્સ

એક સારા ફેશન ડિઝાઈનર બનવા માટે આ હસ્તકલાને સારી રીતે શીખવી જોઈએ. જેમાં લોકોના શરીરને ધ્યાનમાં રાખીને કપડાં, શૂઝ વગેરે ડિઝાઈન કરીને તે કપડાંને વધુ સુંદર અને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

5. જ્વેલરી ડિઝાઈનિંગમાં ડિપ્લોમાં કોર્ષ

આ કોર્ષ તમને શીખવશે કે કોઈ કલાકારીગરી બતાવવા માટે કિમતી ધાતુઓ, હીરા, મોતી અને રત્નો સાથે કામ કરવાનુ જણાવશે. કોઈ જ્વેલરીને કેવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે તેના વિશે તમને વિગતવાર જાણવા મળશે.