Unseasonal Rains: કમોસમી વરસાદ ઘઉંના પાક માટે છે આર્શીવાદરૂપ, જાણો શું કહે છે નિષ્ણાંતો

આવી સ્થિતિમાં ઝરમર વરસાદ ખેડૂતોને સિંચાઈની સમસ્યામાંથી મુક્ત કરશે, સાથે સાથે આ વરસાદી પાણી ઘઉંના પાકને કઈ રીતે ઉપયોગી થશે તેમજ નિષ્ણાંતોનું શું કહેવું છે જાણો અહીં.

Unseasonal Rains: કમોસમી વરસાદ ઘઉંના પાક માટે છે આર્શીવાદરૂપ, જાણો શું કહે છે નિષ્ણાંતો
Rain (File Photo)
| Edited By: | Updated on: Jan 08, 2022 | 1:18 PM

આ સમયે ખેતરોમાં રવી પાક તૈયાર થઈ રહ્યો છે. ત્યારે વરસાદ ઘઉંના પાક માટે વરદાન સાબિત થઈ શકે છે. ખરેખર, આ સમયે રવી પાકને સિંચાઈની જરૂર છે. આવી સ્થિતિમાં ઝરમર વરસાદ ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્ત કરશે, સાથે સાથે આ વરસાદી પાણી ઘઉંની ડૂંડીમાં જવાને કારણે ખાતર તરીકે કામ કરશે.

ઉત્તર ભારત સહિત ઘણા રાજ્યો તેમજ ગુજરાતના અમુક વિસ્તારોમાં ગત દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ની વેબસાઈટ અનુસાર ગુરુવાર, શુક્રવાર અને શનિવારે વરસાદની સંભાવના છે. નિષ્ણાતોના મતે આ વરસાદથી ખેડૂતોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, ઉલટું પાકને ઘણો ફાયદો થશે.

વરસાદથી પાકને ફાયદો થશે, આ સમયે ખેતરોમાં રવી પાક તૈયાર થઈ રહ્યો છે. વરસાદ ઘઉંના પાક માટે વરદાન સાબિત થઈ શકે છે. ખરેખર, આ સમયે ઘઉંના પાકને સિંચાઈની જરૂર છે. આવી સ્થિતિમાં ઝરમર વરસાદ ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્ત કરશે તેમજ આ વરસાદી પાણી ઘઉંની ડૂંડીમાં પાણી પ્રવેશવાથી ખાતર તરીકે કામ કરશે.

જેના કારણે પાકનો સારો વિકાસ થશે. સીતાપુરના રહેવાસી રાહુલ સિંહ કહે છે કે ઝરમર વરસાદથી ઘઉં, ચણા, વટાણા, સરસવ સહિતના તમામ પાકને ફાયદો થશે. તેમનું કહેવું છે કે રવી પાક પર યુરિયાના ઉપયોગ માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક છે. યુરિયાના ઉપયોગ પહેલા ખેડૂતોએ હળવી સિંચાઈ કરવી પડે છે, પરંતુ હવે ખેડૂતોએ આ માટે સંઘર્ષ કરવો નહીં પડે.

રાજસ્થાનના ખેડૂતો વરસાદથી ખુશ

બીજી તરફ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સારા વરસાદને કારણે ખેડૂતોને આ વખતે કુવાઓ અને અન્ય માધ્યમોથી પાણી વડે સિંચાઈ કરવી પડશે નહીં. હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે 8મી જાન્યુઆરી સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. શુક્રવારે તેની અસર જોવા મળશે.

આ પણ વાંચો: જ્યારે ઈન્દિરા ગાંધી પર ઈંટ ફેંકાતા નાક પર ઈજા થઈ, SPGના ફાયરિંગમાં એક વિદ્યાર્થીનું મોત, સુરક્ષામાં ચૂકની 2 મહત્વની ઘટના

આ પણ વાંચો: આ વ્યક્તિ લખવા જઈ રહ્યા છે રતન ટાટાની બાયોગ્રાફી, પુસ્તકથી ખુલશે અનેક રહસ્યો!

Published On - 1:18 pm, Sat, 8 January 22