રવી સીઝનમાં ઘઉંનુ વાવેતર ગત વર્ષ કરતાં ઓછું, કઠોળ અને તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં વધારો

|

Dec 11, 2021 | 7:05 AM

કેટલાક ભાગોમાં કમોસમી વરસાદને કારણે વાવણીને અસર થઈ છે. આ જ કારણ છે કે આ રવી સિઝનમાં મુખ્ય પાક ઘઉંના વાવેતર હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ ઓછો છે.

રવી સીઝનમાં ઘઉંનુ વાવેતર ગત વર્ષ કરતાં ઓછું, કઠોળ અને તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં વધારો
Farmers (File Photo)

Follow us on

દેશમાં રવી સિઝન (Ravi Season)ચાલી રહી છે અને ખેડૂતો પાકની વાવણીમાં વ્યસ્ત છે. મધ્ય ઓકટોબર સુધીના વરસાદ અને કેટલાક ભાગોમાં કમોસમી વરસાદને કારણે વાવણીને અસર થઈ છે અને ધીમી પ્રગતિ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે આ રવિ સિઝનમાં મુખ્ય પાક ઘઉંના વાવેતર હેઠળનો વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ ઓછો છે, જ્યારે કઠોળ અને તેલીબિયાં (Oilseeds)માં વધારો નોંધાયો છે.

જો કે હજુ સિઝન પૂરી થઈ નથી. ગત વર્ષની સરખામણીમાં રવિ સિઝનના અંત સુધીમાં ઘઉંનું વાવેતર વધુ વિસ્તાર સુધી પહોંચશે તેવી ધારણા છે. કૃષિ મંત્રાલય (Ministry of Agriculture)દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 10 ડિસેમ્બર સુધી દેશમાં લગભગ 248.67 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉં (Wheat Crop)નું વાવેતર થયું છે. ગયા વર્ષે આ જ સમય સુધીમાં 254.7 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે 6 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ઓછી વાવણી થઈ છે.

બિહાર, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ઘઉંના વાવેતરમાં ઘટાડો

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને આસામ જેવા રાજ્યોમાં ઘઉંની સૌથી વધુ વાવણી થાય છે, જ્યારે ઓછા આંકડાવાળા રાજ્યોમાં બિહાર, ગુજરાત(Gujarat), હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઉત્તરાખંડ છે.

કઠોળની વાત કરીએ તો 10 ડિસેમ્બર સુધી દેશમાં 129.74 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણીનું કામ કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 46 હજાર હેક્ટર વધુ છે. ગયા વર્ષે 10 ડિસેમ્બર સુધી દેશમાં 129.28 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળના પાકનું વાવેતર થયું હતું.

મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં કઠોળનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. જ્યારે ઓડિશા, ઝારખંડ, તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં વાવણી વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.

તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં સૌથી વધુ વધારો

દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્યે બિયારણના વિતરણ અને ટેકનોલોજીમાં સહાય આપવામાં આવી રહી છે. તેલીબિયાંની વાવણી હેઠળનો વિસ્તાર દર્શાવે છે કે ખેડૂતો સરકારના પ્રયાસોમાં ભાગ લઈ રહ્યા છે. દેશમાં તેલીબિયાંનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ 16.37 લાખ હેક્ટર વધુ છે.

ગયા વર્ષે 10 ડિસેમ્બર સુધી દેશમાં 72.13 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાં પાકનું વાવેતર થયું હતું. આ વખતે સમાન સમયગાળામાં 88.5 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ છે અને હજુ પણ ઘણા રાજ્યોમાં વાવણીનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, કર્ણાટક, પંજાબ, આસામ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખેડૂતોએ વધુ વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર કર્યું છે. ઝારખંડ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, નાગાલેન્ડ, બિહાર, હિમાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વાવણી વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Viral: શખ્સે બાઈક સાથે પર્વત પરથી લગાવી છલાંગ, વીડિયો જોનારના શ્વાસ અધ્ધર થઈ ગયા

આ પણ વાંચો: Afghanistan Crisis : ભારતે અફઘાનિસ્તાનમાંથી 110 શીખ અને હિન્દુઓને બહાર કાઢ્યા, તમામ લોકોનું કરવામાં આવશે પુનર્વસન

Next Article