મુખ્ય રવિ પાક ઘઉંની લણણીની સિઝન ચાલી રહી છે. આ સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોએ પણ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઘઉંની ખરીદી(Wheat Procurement) શરૂ કરી છે. આ સાથે જ ખુલ્લા બજાર (Open Market)માં આવેલી મંડીઓમાં ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત ઘણી જગ્યાએ ખેડૂતો (Farmers)ને ઘઉંની કિંમત નિયત MSP કરતા વધુ મળી રહી છે. જેમાં પંજાબ અને રાજસ્થાનના ખુલ્લા બજારોમાં આવેલી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના સૌથી વધુ ભાવ મળી રહ્યા છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ ખર્ચ અને ભાવ પંચે આ વખતે પણ રવિ પાકની MSP નક્કી કરી છે. જે અંતર્ગત પંચ દ્વારા રવિ સિઝન 2022-23 માટે પ્રતિ ક્વિન્ટલ એમએસપી 2015 નક્કી કરવામાં આવી છે. આ કિંમતે તમામ રાજ્ય સરકારો ખેડૂતો પાસેથી ઘઉં ખરીદશે, પરંતુ ખુલ્લા બજારોમાં ઘઉંની કિંમત એમએસપી કરતા પણ વધુ પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ પંજાબ અને રાજસ્થાનના ખુલ્લા બજારોમાં આવેલી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના ભાવ 2,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળી રહ્યા છે.
પંજાબની મંડીઓની સાથે સાથે દેશભરમાં ખુલ્લા બજારોમાં આવેલી કેટલીક મંડીઓમાં ઘઉંના ભાવ હાલમાં MSP કરતા પણ વધુ પહોંચી ગયા છે. જે અંતર્ગત ઈન્દોર મંડીમાં ઘઉંની કિંમત 2,462 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે. જ્યારે ગુજરાતની અમરેલી મંડીમાં ઘઉંનો ભાવ 2,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે બુંદેલખંડની ઓરાઈ મંડીમાં અત્યારે ઘઉંની કિંમત 2,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ બંને દેશોને વિશ્વના સૌથી મોટા ઘઉંની નિકાસ કરતા દેશો કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને દેશોમાંથી ઘઉંની નિકાસને અસર થઈ છે. જેના કારણે વિશ્વના દેશોમાં ભારતીય ઘઉંની માગ વધી છે. ભારતીય નિકાસકારોએ ઘણા દેશોમાં ઘઉંની નિકાસ કરવાનું શરૂ કર્યું છે.
ડેટા અનુસાર આ વર્ષે માર્ચ સુધીમાં ભારતે 70 લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉંની નિકાસ કરી છે, જે ગત વર્ષ 21 લાખ મેટ્રિક ટન હતી. તે જ સમયે એવા અંદાજો છે કે ભવિષ્યમાં પણ ભારતીય ઘઉંની માગ વિશ્વમાં વધશે. જેના કારણે ખુલ્લા બજારોમાં ઘઉંના ભાવ MSP કરતા વધુ મળી રહ્યા છે.
Published On - 9:02 am, Sat, 2 April 22