એક કિલો ટામેટાની કિંમત માત્ર 2 થી 3 રૂપિયા મળતા રસ્તા પર ફેંકવા ખેડૂતો મજબૂર

|

Sep 07, 2023 | 5:02 PM

ખાતર અને જંતુનાશકો જેવા અન્ય ખર્ચ ઉપરાંત, તેઓ ફરિયાદ કરે છે કે તેમને પરિવહનના પૈસા પણ નથી મળતા. જો કે, કેટલાક ખેડૂતો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થોડો ઘટાડો કરી શકે છે તે વિચારીને ઉતારેલા ટામેટાને રસ્તા પર ફેંકી રહ્યા છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર નજર કરીએ તો ટમેટાની કિંમત 28.4 રૂપિયા પ્રતિ કિલો છે.

એક કિલો ટામેટાની કિંમત માત્ર 2 થી 3 રૂપિયા મળતા રસ્તા પર ફેંકવા ખેડૂતો મજબૂર
Tomato prices

Follow us on

થોડા સમય પહેલા ટામેટાના ભાવ આસમાને હતા. આજે એ જ આકાશ ખેડૂતો પર તૂટતું જોવા મળી રહ્યું છે. હા, આંધ્ર પ્રદેશમાં ખેડૂતોને ટામેટા રસ્તા પર ફેંકવા પડી રહ્યા છે. હકીકતમાં રાજ્યના જથ્થાબંધ બજારોમાં ટામેટાના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2 થી 3નો ઘટાડો થયો છે. જ્યારે છૂટક બજારમાં કિંમત આના કરતા 10 ગણી વધારે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ટામેટાના યોગ્ય ભાવ નથી મળતા. જેના કારણે તેમને ટામેટા ફેંકવા પડી રહ્યા છે. આવો અમે તમને એ પણ જણાવીએ કે આંધ્ર પ્રદેશમાં ટામેટા ખેડૂતોની શું ફરિયાદ છે.

આ પણ વાંચો: ‘કોંગ્રેસે સંસદીય પરંપરાને કચડી નાખવા માટે પોતાનો સ્ટ્રાઈક રેટ જોવો જોઈએ’ જયરામ રમેશના નિવેદન પર પ્રહલાદ જોશીએ આપ્યો વળતો જવાબ

ટામેટાના ભાવ 2 થી 3 રૂપિયા થયા

કુર્નૂલ જિલ્લાના પટ્ટીકોંડા બજારમાં એક કિલો ટામેટાની કિંમત માત્ર 3 કે 2 રૂપિયા છે. 100 કિલો ટામેટાના માત્ર 200 રૂપિયા મળતા ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા છે. તેનું મુખ્ય કારણ બજારમાં મોટી સંખ્યામાં ટામેટાનો સ્ટોક આવવો છે. જ્યારે ખરીદનાર બહુ ઓછા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને પાકના વાજબી ભાવ મળતા નથી અને તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

આ પણ વાંચો: Kheda : ડાકોરનું રણછોડજી મંદિર ‘જય રણછોડ માખણચોર’ના નાદથી ગુંજ્યુ, જન્માષ્ટમી નિમિત્તે દિવસ દરમિયાન અનેક કાર્યક્રમનું આયોજન, જુઓ Video

ખાતર અને જંતુનાશકો જેવા અન્ય ખર્ચ ઉપરાંત, તેઓ ફરિયાદ કરે છે કે તેમને પરિવહનના પૈસા પણ નથી મળતા. જો કે, કેટલાક ખેડૂતો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થોડો ઘટાડો કરી શકે છે તે વિચારીને ઉતારેલા ટામેટાને રસ્તા પર ફેંકી રહ્યા છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર નજર કરીએ તો ટમેટાની કિંમત 28.4 રૂપિયા પ્રતિ કિલો છે.

400 રૂપિયા સુધી પહોંચી ગયા હતા ટામેટાના ભાવ

જુલાઈ મહિનામાં ટામેટાના ભાવમાં જબરદસ્ત વધારો થયો હતો. દેશમાં ટામેટાનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. જેના કારણે જુલાઈ મહિનામાં ટામેટાના ભાવને કારણે છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચી ગયો હતો. આ આંકડો વધીને 7 ટકાથી વધુ થયો હતો. અનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો 6 ટકાથી વધુ રહી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article