Lumpy Skin Disease: રાજ્યના 880 ગામોમાં લમ્પી વાયરસનો પગપેસારો, ખતરનાક રોગથી આશરે 1000 પશુઓના મોત

આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓ(Cattle)માં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને પશુનુ મૃત્યુ પણ થઈ શકે છે.

Lumpy Skin Disease: રાજ્યના 880 ગામોમાં લમ્પી વાયરસનો પગપેસારો, ખતરનાક રોગથી આશરે 1000 પશુઓના મોત
Lumpy Virus Case
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jul 26, 2022 | 9:21 AM

રાજ્યમાં એક ખતરનાક રોગને કારણે લગભગ 1000 ગાયો અને ભેંસોના મોત થયા છે. 33 હજાર પશુઓ (Cattle)આ રોગથી સંક્રમિત છે. આ રોગની તપાસ, નિવારણ અને સારવાર માટે કેન્દ્ર સરકારે ગુજરાત અને રાજસ્થાનમાં નિષ્ણાતોની ટીમ મોકલી છે. આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસીઝ (Lumpy Skin Disease)છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે એકલા ગુજરાતમાં 900 પશુઓના મોત થયા છે. 33 હજારથી વધુ પશુઓ આ રોગથી સંક્રમિત છે. રાજસ્થાનમાં પણ આ રોગ ફેલાઈ રહ્યો છે. કેન્દ્રની એક ટીમ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે, જેથી આ રોગને અટકાવી શકાય.

લમ્પી વાયરસ જન્ય રોગ

લમ્પી સ્કીન ડીસીઝ (Skin disease)એ એક વાયરસ જન્ય રોગ છે. જે મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને પશુનુ મૃત્યુ પણ થઈ શકે છે.

દેશના તમામ રાજ્યોને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ

પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે એલએસડી(Lumpy Skin Disease)થી સંક્રમિત પશુઓને અન્ય પશુઓથી અલગ કરવામાં આવી રહ્યા છે. અન્ય પશુઓને રસી આપવામાં આવી રહી છે. દેશના તમામ રાજ્યોને આ રોગ વિશે જાગૃત કરવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પશુપાલન અને ડેરી સચિવ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ રોગ પશુઓની ચામડીને અસર કરે છે. આ રોગ છેલ્લા કેટલાક વર્ષોમાં જ દેશમાં આવ્યો છે. તેનો ઇલાજ કરવા માટે આપણી પાસે જરૂરી પદ્ધતિઓ અને દવાઓ છે.

880 ગામોમાં લમ્પી વાયરસનો પગપેસારો

ગુજરાતના 14 જિલ્લાના 880 ગામોમાં લમ્પી વાયરસે (Lumpy Virus Case) હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ અંગે ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

મચ્છર અને જીવાત સહિત અન્ય જંતુઓ ચેપ ફેલાવે છે

રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં એલએસડીના કારણે 999 ગાયો અને ભેંસોના મોત થયા છે. લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) એક પ્રકારનો વાયરલ રોગ છે. જે મચ્છર, માખીઓ, જંતુઓ દ્વારા ફેલાય છે. આ જંતુઓ અને જીવાત ગાયની આસપાસ ફરે છે. તેઓ તેમના ખાવા-પીવાને પણ સંક્રમિત કરે છે.

લમ્પીના કારણે પશુઓને તાવ આવે છે

લમ્પી સ્કીન ડિસીઝ (એલએસડી) ને લીધે, ઢોરને ખૂબ તાવ, આંખો અને નાકમાંથી પાણી, મોંમાંથી વધુ પડતા ફીણ અને આખા શરીરમાં નાના ગઠ્ઠાઓ જોવા મળે છે. દૂધનું ઉત્પાદન ઘટે છે. ખોરાક ઓછો કરી દે છે. જેના કારણે ધીરે ધીરે ઢોર મૃત્યુ પામે છે. પશુપાલન અને ડેરી વિભાગ આ રોગ અને પશુઓની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

આ રોગ પ્રથમવાર 2019માં ઓડિશામાં નોંધાયો હતો

લમ્પી સ્કિન ડિસીઝ (LSD) પહેલીવાર સપ્ટેમ્બર 2019માં ઓડિશામાં નોંધાયો હતો. ત્યારથી, તે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આસામ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મણિપુર, આંધ્રપ્રદેશ, ગોવા, હરિયાણા, દિલ્હી-એનસીઆર, હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, રાજસ્થાન અને પંજાબ.