Swaminathan Report: શું હતો સ્વામીનાથન રિપોર્ટ? જેના પર આ જ સુધી રાજનીતિ તો બહુ થઈ પરંતુ લાગુ એકપણ સરકાર ન કરી શકી-વાંચો

|

Sep 29, 2023 | 6:24 PM

M.S. Swamithan: ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા ગણાતા એમ એસ. સ્વામીનાથનનું 98 વર્ષની વયે ગુરુવારે અવસાન થયુ છે. સ્વામીનાથન દ્વારા બનાવવામાં આવેલી સ્વામીનાથન કમિશનને આજ સુધી એકપણ સરકારો સંપૂર્ણ રીતે લાગુ કરી શકી નથી ત્યારે આવો જાણીએ શું છે સ્વામીનાથન રિપોર્ટ..

Swaminathan Report: શું હતો સ્વામીનાથન રિપોર્ટ? જેના પર આ જ સુધી રાજનીતિ તો બહુ થઈ પરંતુ લાગુ એકપણ સરકાર ન કરી શકી-વાંચો
File Image

Follow us on

M.S. Swamithan: દેશની હરીત ક્રાંતિના પ્રણેતા એવા એમ.એસ. સ્વામીનાથનનું ગુરુવારે 98 વર્ષની વયે અવસાન થયુ છે. એમ.એસ. સ્વામીનાથને કૃષિ ક્ષેત્રે કરેલી ભલામણો સ્વામીનાથન રિપોર્ટથી આજે પણ જાણીતી છે, જેના પર આજ સુધીની દરેક સરકારોએ રાજનીતિ તો બહુ કરી પણ લાગુ એકપણ સરકારોએ કરી નથી. વર્ષ 2004માં મનમોહન સરકારે બનાવેલા નેશનલ કમિશન ઓન ફાર્મિંગના અધ્યક્ષ સ્વામીનાથને બે વર્ષની મહેનતને અંતે ઓક્ટોબર 2006માં રિપોર્ટ આપ્યો જે આજે પણ સ્વામીનાથન રિપોર્ટથી જાણીતો છે. જેમા મુખ્ય જોગવાઈ ખેડૂતોને પાક ઉત્પાદનની કિંમત કરતા 50 ટકા વધુ ભાવ આપવાની છે.

ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે 18 નવેમ્બર 2004માં કેન્દ્ર સરકારે નેશનલ કમિશન ઓન ફાર્મિંગની રચના કરી જે પાછળથી સ્વામીનાથન કમિશનના નામથી વધુ જાણીતુ બન્યુ. સ્વામીનાથન આયોગે બે વર્ષમાં સરકારને પાંચ રિપોર્ટ સોંપ્યા, જેમા 201 ભલામણો હતી. પરંતુ સૌથી વધુ જો કોઈ ભલામણ ચર્ચામાં રહી હોય તો તે MSP સંબંધિત હતી. જેમા ખેડૂતોને સીટ-50 % ફોર્મ્યુલા પર MSP દેવાની ભલામણ છે. જો કે તેને કોઈપણ સરકાર દ્વારા આજ સુધી લાગુ કરાઈ નથી.

આ ફોર્મ્યુલા અંતર્ગત MSP આપવાથી ઘઉં અને અનાજ સહિત મોટાભાગના પાકોના ભાવ 1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધી જાય છે. જો કે કેટલાક લોકોની દલીલ છે કે આ ફોર્મ્યુલા લાગુ થવાથી મોંઘવારી વધી જશે. આથી જ સરકારે કમિશનની આ ભલામણને અત્યાર સુધી એટલે જ લાગુ નથી કરી. કિસાન આંદોલન સમયે ખેડૂતોએ આ જ મુદ્દાને સૌથી મોટુ હથિયાર બનાવ્યુ હતુ.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ક્યારે સોંપાયો રિપોર્ટ ?

સ્વામીનાથન આયોગે 4 ઓક્ટોબર 2006માં પાંચેય રિપોર્ટ સરકારનો સોંપ્યા હતા. પરંતુ તત્કાલિન સરકાર આ રિપોર્ટને દબાવી રાખ્યો. જાણીતા અર્થશાસ્ત્રી અને રાજનેતા સોમપાલ શાસ્ત્રીના જણાવ્યા મુજબ ખેડૂત આયોગના અધ્યક્ષ તરીકે મે પણ મારી ફાઈલમાં લખ્યું હતું કે પાકના C-2 ખર્ચ પર 50 ટકા નફો ઉમેરીને MSP નક્કી કરવામાં આવે.

વચન તો આપ્યુ પરંતુ લાગુ ન કર્યુ

સોમપાલ શાસ્ત્રી અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે MSP માત્ર C-2 કિંમતના આધારે નક્કી થવી જોઈએ. આ મોદી સરકારનું પણ વચન રહ્યું છે. C2 ખર્ચ અંતર્ગત રોકડ અને બિન-રોકડ ખર્ચની સાથે સાથે જમીનનું ભાડું અને તમામ ખર્ચ પર વસૂલવામાં આવતા વ્યાજનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણી પહેલા સરકારે વચન આપ્યુ કે તે સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરી છે જો કે એ સાચુ નથી.

MSP ના C-2 અને A2+FL ફોર્મ્યુલા વચ્ચે શું તફાવત છે?

મે 2014થી જ્યારે ભાજપની સરકાર કેન્દ્રમાં આવી ત્યારે ભાજપના નેતાઓ પણ સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાના વચન આપ્યા હતા. જો કે દુ:ખની વાત એ છે કે સરકાર C-2 ને બદલે A2+FL ખર્ચ પર 50 ટકા નફો ઉમેરીને MSP નક્કી કરી રહી છે. જે બરાબર નથી. C-2 આધારે MSP આપવાનું વચન આપ્યું હતું અને અન્ય ફોર્મ્યુલા સાથે આપી રહ્યા છે. જો MSP યોગ્ય ફોર્મ્યુલા સાથે આપવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેમને તેમની જણસોના ઉંચા દામ મળશે.

કોર્ટમાં કેમ પોતાના જ વચન પરથી ફરી ગઈ હતી સરકાર?

સ્વામીનાથન કમિશનના અહેવાલ પર, સોમનાથ શાસ્ત્રીએ જણાવ્યુ કે મુશ્કેલી એ છે કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેના જવાબમાં વર્તમાન સરકારે કહ્યું હતું કે કેન્દ્ર પાસે ઉપલબ્ધ નાણાકીય સંસાધનોને જોતા C-2 મુદ્દો વ્યવહારુ નથી. તેને લાગુ ન કરી શકાય. ત્યારે પ્રથમ સવાલ તો એ છે કે જો C-2 ખર્ચના આધારે MSP ન આપી શકાય તો પછી સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કરવામાં આવશે તેવું ખેડૂતોને ખોટુ વચન શા માટે આપ્યુ હતુ?

સ્વામીનાથન કમિશનના રિપોર્ટમાં બીજું શું હતું?

કમિશને તેના અહેવાલમાં જમીન સુધારણા પર પણ ભાર મૂક્યો હતો. જમીન વિહોણાને જમીન આપવાની જોગવાઈનો ઉલ્લેખ છે. આ ઉપરાંત એ પણ ભલામણ કરાઈ કે “જ્યાં પણ શક્ય હોય ત્યાં જમીન વિનાના ખેડૂત પરિવારોને પરિવાર દીઠ ઓછા ઓછી એક એકર જમીન આપવી જોઈએ. જે તેમને પશુપાલન માટે ઉપયોગી થાય.

સ્વામીનાથન કમિશનની ભલામણ હતી કે ખેતીને રાજ્યોની યાદીને બદલે સમવર્તી યાદીમાં લાવવામાં આવે. જેથી કરીને કેન્દ્ર અને રાજ્ય બંને ખેડૂતોની મદદ માટે આગળ આવે અને સંકલન થઈ શકે. ખેડૂતો માટે એગ્રીકલ્ચરલ રિસ્ક ફંડ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી, જેથી કુદરતી આપત્તિના સમયે ખેડૂતોને મદદ મળી શકે.

આ પણ વાંચો: M S Swaminathan Death: હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા એમએસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

કમિશને તેના અહેવાલમાં સ્પષ્ટપણે ભલામણ કરી હતી કે ખેડૂતોની લોન પર વ્યાજ દર 4 ટકા સુધી લાવવો જોઈએ અને જો તેઓ લોન ચૂકવી શકે તેમ ન હોય તો તેની વસૂલાત અટકાવવી જોઈએ. આયોગે ખેડૂત આત્મહત્યાની સમસ્યાનો ઉકેલ, રાજ્ય સ્તરીય ખેડૂત આયોગની રચના અને વીમાની સ્થિતિને મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો. જો કે, જો તેમની ભલામણોનો સંપૂર્ણ અમલ થાય તો ખેતરો અને ખેડૂતો બંનેની સ્થિતિ સુધરશે તેમાં કોઈ શંકા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article