AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: યુવા ખેડૂતે કરી કમાલ, આ પાકની ખેતીથી 2 મહિનામાં કરી 18 લાખ રૂપિયાની કમાણી

ખાસ વાત એ છે કે આ ખેડૂતે 45 થી વધુ લોકોને રોજગારી અપાવી છે. જોકે, જ્યારે આ યુવાન ખેડૂતે ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારે લોકો તેની મજાક ઉડાવતા હતા. પરંતુ, હવે જ્યારે આવક શરૂ થઈ, ત્યારે બધા શાંત થઈ ગયા.

Success Story: યુવા ખેડૂતે કરી કમાલ, આ પાકની ખેતીથી 2 મહિનામાં કરી 18 લાખ રૂપિયાની કમાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 3:08 PM
Share

મધ્યપ્રદેશના એક યુવા ખેડૂતે લોકોની સામે એક દાખલો બેસાડ્યો છે. તેમણે તરબૂચની ખેતીમાંથી માત્ર 2 મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી છે. તેની આવડતથી આસપાસના ખેડૂતો ખૂબ જ પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં અન્ય યુવાનો પણ આ ખેડૂત પાસેથી તરબૂચની ખેતી કેવી રીતે કરવી તે શીખી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ખેડૂતે 45 થી વધુ લોકોને રોજગારી અપાવી છે. જોકે, જ્યારે આ યુવાન ખેડૂતે તરબૂચની ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારે લોકો તેની મજાક ઉડાવતા હતા. પરંતુ, હવે જ્યારે આવક શરૂ થઈ, ત્યારે બધા શાંત થઈ ગયા.

બીજા વર્ષે યુવા ખેડૂતે 50 વીઘામાં તરબૂચની ખેતી કરી

અહેવાલ મુજબ, આ 27 વર્ષીય યુવા ખેડૂતનું નામ શિવ શર્મા છે. તે અશોકનગર જિલ્લાના મડખેડા ગામનો રહેવાસી છે. તેમણે ત્રણ વર્ષ પહેલા એક ખેડૂત પાસેથી બિયારણ લઈને તરબૂચની ખેતી શરૂ કરી હતી. થોડા જ સમયમાં તેઓ તરબૂચની ખેતીમાં નિષ્ણાત ખેલાડી બની ગયા છે. શરૂઆતમાં તેમણે 35 વીઘામાં તરબૂચની ખેતી કરી હતી. તેનાથી તેને લાખો રૂપિયાની કમાણી થઈ. તેનાથી શિવ શર્માને વધુ આત્મવિશ્વાસ મળ્યો. બીજા વર્ષે તેણે 50 વીઘામાં તરબૂચની ખેતી કરી, જેનાથી તેને ઘણો નફો થયો.

આ પણ વાંચો : ઘઉં-ચોખાના ઉત્પાદનમાં બમ્પર વધારો, જાણો 8 વર્ષમાં ફળો-શાકભાજીનું ઉત્પાદન કેટલુ વધ્યું

બજારમાં તરબૂચના બીજ 25,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે

આ જ કારણ છે કે આ વર્ષે શિવ શર્માએ 120 વીઘામાં તરબૂચની ખેતી કરી છે. જેના કારણે માત્ર 2 મહિનામાં 18 લાખ રૂપિયાનો નફો થયો છે. અત્યારે તેમના ખેતરમાં રોજના 50 મજૂરો કામ કરે છે. ખાસ વાત એ છે કે શિવ શર્મા તરબૂચના બીજનો બિઝનેસ કરે છે. તેમણે જણાવ્યું કે એક વીઘામાંથી લગભગ એક ક્વિન્ટલ તરબૂચના બીજ મળે છે. બીજ ઉપરાંત તરબૂચ પણ વેચાય છે. તેમણે કહ્યું કે તરબૂચમાંથી બીજ કાઢી લીધા પછી ફળ ફેંકી દેવામાં આવે છે. અત્યારે બજારમાં તરબૂચના બીજ 25 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે.

હાથરસમાં તરબૂચમાંથી બીજ કાઢવાનું સૌથી મોટું કેન્દ્ર

શિવ શર્માની વાત માનીએ તો 24 વર્ષની ઉંમરે તેમણે તરબૂચની ખેતી શરૂ કરી દીધી હતી. પછી મિત્રોએ તેની મજાક ઉડાવી. જોકે, તેણે હિંમત હારી નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના હાથરસમાં તરબૂચમાંથી બીજ કાઢવાનું સૌથી મોટું કેન્દ્ર છે. પરંતુ, હાથસર તરબૂચના બીજ પણ અશોકનગરમાંથી સપ્લાય કરવામાં આવે છે. શિવ શર્માએ જણાવ્યું કે હવે દરરોજ 200 થી 250 લોકો તેમના ઘરે તરબૂચ ખરીદવા આવે છે.

કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

APMC ભાવ સમાચાર, એગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝ, સક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
વેરાવળથી દ્વારકા સુધી ગેરકાયદે 'લાઇટ ફિશિંગ'નો આરોપ
વેરાવળથી દ્વારકા સુધી ગેરકાયદે 'લાઇટ ફિશિંગ'નો આરોપ
કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કેનેડામાં ગાંધીનગરના યુવક હિરેનનું અકસ્માતમાં મોત
કેનેડામાં ગાંધીનગરના યુવક હિરેનનું અકસ્માતમાં મોત
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
g clip-path="url(#clip0_868_265)">