મહારાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી પાક તરફ વળ્યા છે. ઉદાહરણ તરીકે પાલઘરના ખેડૂતોને લો. આ દિવસોમાં તેઓ મોટા પાયે સ્ટ્રોબેરીની ખેતી (Strawberry farming)કરી રહ્યા છે. તેઓ હવે બાગાયતી પાકોની ખેતીમાં વધુ ફાયદો જોઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પરંપરાગત ખેતીથી તેમને એટલો નફો નથી મળી રહ્યો. તેમાંથી તે ભાગ્યે જ પોતાનો ખર્ચ વસૂલ કરી શકે છે. ટીવી-9 ડિજિટલ સાથેની વાતચીતમાં યુવા ખેડૂત ભાવેશે જણાવ્યું કે, કૃષિ વિભાગના માર્ગદર્શન હેઠળ અમે પ્રથમ વખત સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી. હવે અમને સારો નફો મળી રહ્યો છે.
આ સાથે જ જિલ્લાના ઘણા ખેડૂતો (Farmer)એ હવે ફૂલોની ખેતી તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. યુવાન ખેડૂતે જણાવ્યું કે આ સમયે અમે નાના ખેતરમાંથી દરરોજ 20 થી 25 કિલો સ્ટ્રોબેરી ઉતારીએ છીએ. આગળ જતા 1 ક્વિન્ટલ સુધી મળશે. આ ખેતીથી હવે આપણા આદિવાસી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી રહી છે.
પાલઘર જિલ્લાના જવાહર મુખોડા તાલુકાના રહેવાસી ખેડૂત ભાવેશે જણાવ્યું હતું કે અગાઉ અમે ડાંગરની ખેતી કરતા હતા પરંતુ બદલાતા હવામાનને કારણે ખર્ચ કવર કરી શકતા ન હોવાથી અમે ખેતી બદલવાનું વિચાર્યું. આ ખેતી માટે કૃષિ વિભાગે સૌ પ્રથમ અમને તાલીમ આપી હતી. પછી અમે તેમના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી. આમાંથી અમને સારો નફો મળી રહ્યો છે. મેં મારી 1 એકર જમીનમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે અને તે સારૂ ઉત્પાદન આપે છે. આમાં ઓછા ખર્ચે વધુ નફો મળી રહ્યો છે, તેથી અમે બાગાયતની ખેતી ચાલુ રાખીશું.
ખેડૂતે જણાવ્યું કે તે સ્ટ્રોબેરીની ખેતી માટે લગભગ 70 હજાર રૂપિયા ખર્ચ કરે છે. અમે તેને 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારોમાં વેચીએ છીએ. અમે પાલઘરથી મુંબઈ, નાસિક, થાણે આ સ્થળોએ સ્ટ્રોબેરી મોકલીએ છીએ. ભાવેશ અનુસાર તે અત્યારે B.Com નો અભ્યાસ કરી રહ્યો છે. અભ્યાસ પછી, મોટા પાયે બાગાયતની ખેતી કરીશું કારણ કે તેમાં સારો નફો મળી રહ્યો છે. આનાથી ગામમાં જ લોકોને રોજગારી મળશે. ખેડૂતોએ સરકાર પાસે આદિવાસી ખેડૂતોને આ ખેતી માટે સબસીડી આપવાની માંગ કરી છે.
આદિવાસી ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેતીવાડી અધિકારી અનિલ ગાવિતે તાલુકાના તમામ ખેડૂતોને એક કરી સ્ટ્રોબેરી ઉત્પાદન વિશે માહિતી આપી હતી અને સફળ પ્રયોગ કર્યો છે. ગાવિતે પાલઘર જિલ્લાના જવાહર અને મોખાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી ખેડૂતોને આધુનિક ખેતી વિશે માહિતગાર કર્યા હતા.
પાલઘર જિલ્લાના જવાહર અને મોખાડા તાલુકામાં, દૂરના આદિવાસી વિસ્તારોના ખેડૂતો પરંપરાગત રીતે રાગી અને ડાંગરની ખેતી કરે છે. આ સિવાય અન્ય કોઈ પાક લેવામાં આવતો નથી. રોજગારના અભાવે અહીં બેરોજગારી વધી છે. મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો નિર્વાહ માટે શહેરમાં સ્થળાંતર કરી રહ્યા છે. આથી છેલ્લા કેટલાક સમયથી આ તાલુકો કુપોષણ અને બાળ મૃત્યુદરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ હવે કેટલાક આદિવાસી ખેડૂતો પોતે આધુનિક ખેતી તરફ વળ્યા છે. આનાથી તેનું જીવન બદલાઈ ગયું છે. આ અન્ય ખેડૂતો માટે ઉદાહરણ છે. તેમણે સ્ટ્રોબેરીના છોડ વાવીને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરી છે.
આ પણ વાંચો: શું રશિયા હેકિંગ દ્વારા યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે ? અહેવાલમાં થયો ખુલાસો
આ પણ વાંચો: Edible Oils Price: ઈમ્પોર્ટ ડ્યુટીમાં ભારે ઘટાડો છતાં શા માટે નથી ઘટતા ખાદ્યતેલોના ભાવ ?