Success Story: એક એકર જમીનમાં 65 ક્વિન્ટલ હળદરનું કર્યું ઉત્પાદન, જાણો પ્રગતિશીલ ખેડૂતે કેવી રીતે કર્યું આ કમાલ

|

Mar 26, 2022 | 11:03 AM

ખેડૂતની આવી સફળતા જોઈને હવે અન્ય ખેડૂતો પણ હળદરની ખેતી(Turmeric Farming)તરફ વળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ હળદરની આવી ખેતી કરવા માંગો છો, તો આ લેખ તમારા માટે છે.

Success Story: એક એકર જમીનમાં 65 ક્વિન્ટલ હળદરનું કર્યું ઉત્પાદન, જાણો પ્રગતિશીલ ખેડૂતે કેવી રીતે કર્યું આ કમાલ
Turmeric Farming (File Photo)

Follow us on

પ્રગતિશીલ ખેડૂતે માત્ર એક એકરમાં 65 ક્વિન્ટલ હળદર(Turmeric)નું ઉત્પાદન કર્યું છે. જે બાદ ખેડૂતની આવી સફળતા જોઈને હવે અન્ય ખેડૂતો પણ હળદરની ખેતી(Turmeric Farming)તરફ વળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ હળદરની આવી ખેતી કરવા માંગો છો, તો આ લેખ તમારા માટે છે હળદરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. હળદરનો ઉપયોગ માત્ર ખોરાકમાં જ નહીં પરંતુ અનેક રોગો, ચેપ, ત્વચાની સંભાળ અને સુધારણામાં પણ થાય છે. આવી સ્થિતિમાં તેની માગ ઘટવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ જ કારણ છે કે ખેડૂતો હળદરની ખેતી તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે અને આ માટે વિવિધ પ્રકારના પ્રયોગો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવું જ એક ઉદાહરણ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી સામે આવ્યું છે.

1 એકરમાં 65 ક્વિન્ટલ હળદરનું ઉત્પાદન

ખરેખર, ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના ખેડૂત કૌશલ કિશોરે એક નવી માઈલસ્ટોન બનાવ્યો છે. ખેડૂત કૌશલ કિશોરે માત્ર એક એકરમાં 65 ક્વિન્ટલ હળદરનું ઉત્પાદન કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. 64 વર્ષીય ખેડૂત કૌશલ કિશોર હમીરપુર જિલ્લાના રથના વિકાસ બ્લોકના ઓડેરા ગામના રહેવાસી છે. આ ખેતી તેણે પોતાના ગામની જમીન પર જ કરી છે. બાળપણથી જ કૌશલ કિશોરને ખેતી અને બાગકામમાં રસ હતો. આ જ કારણ છે કે આજે તે આ અદ્ભુત કામ કરીને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ બની ગયા છે.

6 વર્ષ પહેલા પ્રેરણા મળી

ખેડૂત કૌશલ કિશોરના કહેવા પ્રમાણે, હળદરની ખેતી કરવા માટે તેમણે 6 વર્ષ પહેલા બાગાયત વિભાગમાંથી 20 કિલો બિયારણ મેળવ્યું હતું. આ સાથે હળદરની ખેતી કેવી રીતે કરવી તેની પણ તાલીમ આપવામાં આવી હતી. ત્યારથી તેને હળદરની ખેતી કરવાની પ્રેરણા મળી અને તેણે તેની શરૂઆત કરી. તેમણે સૌપ્રથમ દોઢ હેક્ટરમાં ફેલાયેલા જામફળના બગીચા સાથે હળદરની ખેતી શરૂ કરી. ખેડૂત કૌશલ કિશોરે જણાવ્યું કે બે નિંદામણ અને ત્રણ પિયતમાં હળદરનો પાક તૈયાર થઈ ગયો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો: Cumin Farming: ICAR એ વિકસાવી જીરુંની નવી જાત, ઓછા પિયત અને 105 દિવસમાં થશે તૈયાર

આ પણ વાંચો: Viral: એક સાથે સ્કૂટી પર એટલા લોકોને બેસાડીને નીકળ્યો શખ્સ, લોકોએ કહ્યું ‘ઘરે કોઈ રહ્યું છે કે નહીં’

Next Article