ખેડૂતો ઓછા સમયમાં વધારે આવક મેળવવા મશરૂમની ખેતી કરી શકે છે. સરકાર દ્વારા મશરૂમની ખેતી કરવા માટે ખેડૂતોને આર્થિક મદદ પણ કરે છે. બિહાર સરકાર દ્વારા ખેડૂતોને મશરૂમની ખેતી માટે પ્રોત્સાહિત કરવા માટે સબસિડી આપી રહી છે. મશરૂમની ખેતી કરતા ખેડૂતોને સરકાર 50 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થઈ શકશે.
મશરૂમની ખેતી પર સબસિડીની રાજ્ય સરકાર સંકલિત બાગાયત મિશન યોજના હેઠળ આપશે. સરકાર દ્વારા આ યોજના માટે કેટલીક સૂચના પણ જાહેર કરી છે, જે મૂજબ મશરૂમ ઉત્પાદન એકમની કિંમત 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના આધારે ખેડૂતોને મશરૂમની ખેતી માટે 10 લાખ રૂપિયા સુધીની સબસિડીની આપવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ મશરૂમ સ્પાન અને મશરૂમ કમ્પોસ્ટ પર 50 ટકાની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો : પાક અને જમીન માટે સમુદ્રના શેવાળમાંથી બનેલું આ જૈવિક ખાતર છે ફાયદાકારક, ખેડૂતોને મળશે ગુણવત્તાયુક્ત ઉત્પાદન
एकीकृत बागवानी विकास मिशन (MIDH) योजना अंतर्गत मशरुम, मशरुम स्पॉन तथा मशरुम कम्पोस्ट उत्पादन इकाई के लिए सरकार दे रही 50% का अनुदान।@KumarSarvjeet6@SAgarwal_IAS@dralokghosh@abhitwittt@Agribih@AgriGoI#agriculture #Mushroom #MushroomCultivation #horticulture #Bihar pic.twitter.com/ahs5lXlJGG
— Directorate Of Horticulture, Deptt of Agri, Bihar (@HorticultureBih) September 19, 2023
જે ખેડૂતો મશરૂમની ખેતી શરૂ કરવા માંગે છે તો તેઓ માટે આ યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. રસ ધરાવતા ખેડૂતો મશરૂમની ખેતી પર સબસિડી માટે બાગાયત વિભાગની ઓફિશિયલ વેબસાઇટ horticulture.bihar.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત આ યોજના વિશે વધારે જાણકારી માટે ખેડૂતો નજીકમાં આવેલી કૃષિ કે બાગાયત વિભાગની ઓફિશનો સંપર્ક કરી શકે છે.