Soybean Price : આ વર્ષ કેટલો રહેશે સોયાબીનનો ભાવ ? એક્સપર્ટે આપી સંપૂર્ણ જાણકારી

|

Jun 01, 2022 | 9:53 AM

ખેડૂતોને આ વર્ષે અગાઉ જેટલો ભાવ મળી રહ્યો નથી. જો કે, જે કિંમત મળી રહી છે તે ન્યૂનતમ સમર્થન કિંમત (MSP) કરતા વધુ છે. વર્ષ 2021-22 માટે, સરકારે સોયાબીનની એમએસપી 3950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે.

Soybean Price : આ વર્ષ કેટલો રહેશે સોયાબીનનો ભાવ ? એક્સપર્ટે આપી સંપૂર્ણ જાણકારી
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ગયા વર્ષે સોયાબીનના ભાવ રૂ. 10,000 પ્રતિ ક્વિન્ટલને પાર કરી ગયા હતા. આ વર્ષે પણ ખેડૂતોને સોયાબીનના ભાવ (Soybean Price) સમાન રહેવાની અપેક્ષા છે. એટલા માટે તેઓએ વેચાણને બદલે સ્ટોરેજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ શું તેમનું અનુમાન સાચું નીકળશે? કે પછી આ વર્ષે દર વધશે નહીં. મધ્ય પ્રદેશ પછી મહારાષ્ટ્ર સોયાબીન(Soybean)ના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે છે. પ્રતિ હેક્ટર ઉત્પાદકતામાં તે મોખરે છે. પરંતુ ખેડૂતોને આ વર્ષે અગાઉ જેટલો ભાવ મળી રહ્યો નથી. જો કે, જે કિંમત મળી રહી છે તે ન્યૂનતમ સમર્થન કિંમત (MSP) કરતા વધુ છે. વર્ષ 2021-22 માટે, સરકારે સોયાબીનની એમએસપી 3950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. જ્યારે અત્યારે સરેરાશ 6000 રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે.

આખરે આ વર્ષે અત્યાર સુધી સોયાબીનના ભાવ કેમ વધ્યા નથી? જ્યારે ખાદ્યતેલોના ભાવ આસમાને છે. સોયાબીન એ મહત્વનો કઠોળ પાક છે. ઓરિગો ઈ-મંડીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કોમોડિટી રિસર્ચ) તરુણ સત્સંગીના જણાવ્યા અનુસાર, સરકારના કેટલાક મહત્વના નિર્ણયોને કારણે આ વર્ષે સોયાબીનના ભાવમાં વધારો થવાની ધારણા નથી.

નિષ્ણાંતે આપ્યું આ કારણ?

સરકારે માર્ચ 2024 સુધી વાર્ષિક 20 મિલિયન ટન ક્રૂડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ(Sunflower Oil)ની આયાત પર કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ નાબૂદ કરી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં વાર્ષિક 20 લાખ ટન ક્રૂડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પર આયાત ડ્યૂટી લાદવામાં આવશે નહીં. આ નિર્ણય સાથે, 5 ટકાની અસરકારક કસ્ટમ ડ્યુટી અને સેસ ઘટીને શૂન્ય થઈ જશે અને નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં કુલ 8 મિલિયન ટન ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સોયાબીનના ભાવ કેટલા રહી શકે છે

સત્સંગીનું કહેવું છે કે પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાના ઈન્ડોનેશિયાના નિર્ણયની સાથે કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણયને લીધે સોયાબીનના ભાવમાં નબળાઈ આવવાની શક્યતા છે. તેમનું કહેવું છે કે ટૂંકા ગાળામાં સોયાબીનના ભાવ રૂ. 6,700-7,300ની રેન્જમાં વેપાર કરે તેવી શક્યતા છે.

પુરવઠામાં વધારો તેમજ માગ મર્યાદિત હોવાથી ભાવ ઘટીને રૂ. 6,000ના સ્તરે આવી શકે છે. તરુણ કહે છે કે સોયાબીનનો પાક હજુ વાવવાનો બાકી છે અને આવી સ્થિતિમાં લાંબા ગાળે ભાવ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. જોકે નવા પાકના આગમન સુધી ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ ઓછી છે.

ક્યાં કેટલો છે સોયાબીનનો રેટ

31 મેના રોજ જલગાંવમાં સોયાબીનની લઘુત્તમ કિંમત 5700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે મહત્તમ ભાવ 6025 રૂપિયા હતો.
સોલાપુરમાં સોયાબીનની સૌથી નીચી કિંમત 6005 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે મહત્તમ દર 6465 અને સરેરાશ 6285 રૂપિયા હતો.
અમરાવતીમાં સોયાબીનનો લઘુત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5950, મહત્તમ ભાવ 6394 અને સરેરાશ ભાવ રૂ. 6172 પ્રતિ ક્વિન્ટલ હતો.
નાગપુરમાં સોયાબીનનો લઘુત્તમ ભાવ 5600, મહત્તમ 6500 અને સરેરાશ ભાવ રૂ. 6275 પ્રતિ ક્વિન્ટલ હતો.
(ભાવ મહારાષ્ટ્ર સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડમાંથી લેવામાં આવ્યા છે)

Next Article